Book Title: Shrutsagar Ank 2007 03 012
Author(s): Manoj Jain
Publisher: Shree Mahavir Jain Aradhana Kendra Koba

Previous | Next

Page 162
________________ पंन्यास प्रवरश्री अमृतसागरजी महोत्सव विशेषांक જિનપૂજા ૧. જિન પૂજન શુ છે ? ૨. જિન પૂજા એટલે પૂજકમાંથી પૂજ્ય બનવાનો ઉપાય. ૩. જિન પૂજા એટલે વિવિધ સત્કાર્યોની પ્રેરણા લેવાની પરબ. ૪. જિન પૂજા એટલે મારે પણ જિન થયું છે એવી અભિલાષાની પ્રતીતિ. ૫. જિન પૂજા એટલે શુદ્ધ આત્મ સ્વરૂપનું ઉદ્ઘાટન કરવાની ચાવી. ૯. જિન પૂજા એટલે ધનનો સદ્ઉપયોગ કરવાનું પુણ્ય ક્ષેત્ર. ૭. જિન પૂજા એટલે સદ્ગતિની ચાવી. ૮. જિન પૂજા એટલે સુખ સૌભાગ્યની જનેતા. ૯. જિન પૂજા એટલે શ્રાવકનું નિત્ય કર્તવ્ય. ૧૦. જિન પૂજા એટલે દુર્ગતિના દ્વાર બંધ કરવાનું સ્પેશ્યલ તાળું. ૧૧. જિન પૂજા એટલે દુઃખ, દારિદ્રય, દૌભાગ્યરૂપી ઘડાનો ચુરો કરનાર મુદ્ગર. ૧૨. જિન પૂજા એટલે કે શીવસુંદરીનો હસ્તમેળાપ કરવાની ક્રિયા. ૧૩. જિન પૂજા એટલે ભગવાનની વીતરાગતાનું અનુમોદન. ૧૪. જિન પૂજા એટલે ભગવાનના અનંત ઉપકારો પ્રત્યે કૃતજ્ઞતા બતાવવાનું સાધન. ૨. જિનભક્તિ અને આઠ કર્મઃ૧. ચૈત્યવંદનથી જ્ઞાનાવરણીય કર્મનો નાશ થાય. ૨. પ્રભુ દર્શનથી દર્શનાવરણીય કર્મનો નાશ થાય. ૩. જયણા પાળવાથી (અશાતા) વેદનીય કર્મનો નાશ થાય. ૪. પ્રભુના ગુણ ગાવાથી મોહનીય કર્મનો નાશ થાય. ૫. શુભ અધ્યવસાયથી (નીચ)આયુષ્ય કર્મનો નાશ થાય. . પ્રભુના નામ સ્મરણથી (અશુભ) નામ કર્મનો નાશ થાય. ૭. વંદન-પૂજનથી (નીચ) ગોત્ર કર્મનો નાશ થાય. ૮. યથાશક્તિ દ્રવ્ય વાપરવાથી અંતરાય કર્મનો નાશ થાય. ૯. દેરાસર જવાથી દાનાદિ ચારે પ્રકારના ધર્મનું પાલન થાય. ૩. તિલક- ચાંદલો કેવો કરવો ? દીપ શિખા જેવો આકારનો – પ્રભુની આજ્ઞા પાળી મોક્ષે જવાને અર્થે. ૪. જિનપૂજા કેટલા પ્રકારની ? બે પ્રકારની છે. દ્રવ્યપૂજા (૧) અંગપૂજા, જળપૂજા, ચંદનપૂજા, પુષ્પપૂજા. ભાવપૂજા (૨) અગ્ર પૂજા, ધૂપ પૂજા, દીપકપૂજા, અક્ષત પૂજા, નવઘ પૂજા, ફળ પૂજા. ૫. દ્રવ્ય પૂજા કોને કહેવાય ? ઉત્તમ દ્રવ્યોથી કરવામાં આવતી પરમાત્માની પૂજા. 160

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175