Book Title: Shrutsagar Ank 2007 03 012
Author(s): Manoj Jain
Publisher: Shree Mahavir Jain Aradhana Kendra Koba

Previous | Next

Page 155
________________ पंन्यास प्रवरश्री अमृतसागरजी રાચાર્યપદ વાન महोत्सव विशेषांक અહિંસક હોય. જો પૂર્ણતઃ અહિંસક આહારથી જીવન સંભવ ન હોય અથવા અમે એનું પાલન કરી ન શકીએ. તો જેમાં ઓછામાં ઓછી હિંસા થાય એવા નિરામિષ આહારનું જીવન-ધોરણ અપનાવવું જોઈએ. આહાર માટે પંચેન્દ્રિય જીવોના ઘાતનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. પ્રત્યેક ત્રસજીવોની હિંસાથી (યેન કેન પ્રકારેણ) દરેક ઉપાયે બચવું જોઈએ. આ દરેક તત્વોને લક્ષમાં રાખીને જ જૈન આહારને સુનિશ્ચિત ક૨વામાં આવ્યો છે. બીજું કે ઝાડ છોડવાના મૂળ જેને કંદમૂળ કહેવામાં આવે છે. એનો આહાર તરીકે ખાવામાં સંપૂર્ણ નિષેધ છે. કારણ કે જડ મૂળ સમાપ્ત થઈ જવાથી છોડવાનો સંપૂર્ણ નાશ થાય છે. કંદમૂળ સાધારણ વનસ્પતિ હોવાથી એમાં અનંત જીવો રહે છે. આ કારણથી પણ એના ઉપયોગનો નિષેધ છે. જૈનાચારમાં શ્રાવકાચારના સંદર્ભે પાંચ પ્રકારનાં અભક્ષ્ય બતાવવામાં આવ્યા છે.(૧) ત્રસઘાત મૂલક (૨) બહુઘાત મૂલક (૩) નશાકારક (૪) અનૂપસેવ્ય અને (૫) અનિષ્ટ. જેમાં ત્રસજીવોનો ઘાત થાય છે એવા માંસાદિ ત્રસઘાત મૂલક છે. જેમાં અસંખ્ય સ્થાવર જીવોનો ઘાત થાય છે એવા કંદમૂળ, જમીકંદ આદિ બહુઘાત મૂલક અભક્ષ્ય છે. જે નશો ઉત્પન્ન કરે છે એવા મઘ(મદિરા), નશીલી દવાઓ(ડ્રગ્ઝ, બ્રાઉનસ્યુગર) વિગેરે અભક્ષ્ય છે. જેના સેવનથી લોકનિંદા થાય. જે સજજન વ્યક્તિઓને સેવવા યોગ્ય ન હોય એવી લાળ,મળ, મૂત્રાદિ અનુપસેવ્ય અભક્ષ્ય છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય એ અનિષ્ટ અભક્ષ્ય છે જેવી રીતે ડાયાબીટીશ (મધુમેહ) ના દર્દીઓ માટે સાકર વિગેરે ગળ્યા પદાર્થો. ઉપરોક્ત અભક્ષ્યના વર્ગીકરણથી જૈન આહારની વાસ્તવિકતા સ્પષ્ટ થાય છે. સાથોસાથ એ પણ સ્પષ્ટ થાય છે કે જૈન આહાર અહિંસા મૂલક છે. શાકાહારના પ્રચાર પ્રસારના સંદર્ભે એક વાત વિચારણીય છે. શાકાહાર પક્ષે પ્રચાર કરતી વખતે અમૂક વ્યક્તિઓ માત્ર એજ રજુઆત કરે છે કે શાકાહાર સ્વાસ્થ્યને અનુકૂળ છે. જ્યારે માંસાહાર અનેક બિમારીઓનું ઘર છે અને શાકાહારની અપેક્ષાએ ઘણો મોંઘા છે. પરંતુ તેઓ એ વાતની ઉપેક્ષા સેવે છે કે માંસાહાર અપવિત્ર છે, અનૈતિક છે, હિંસક છે. અને અનંત દુઃખોનું કારણ છે. આવી જ રીતે અન્ય વર્ગ માંસાહારની અપવિત્રતા અને અનૈતિકતાનો પ્રચાર જરૂ૨ કરે છે પરંતુ તેનાથી થતી લૌકિક હાનિઓ ( નુકશાન) વિશે પ્રકાશ નથી પાડતા. માનવ સમાજમાં દરેક પ્રકારના લોકો વસે છે. થોડા લોકો તો ધર્મભીરૂ અને અહિંસક વૃત્તિના હોય છે. જેઓ અપવિત્ર અને હિંસાથી ઉત્પન્ન પદાર્થોને ભાવનાના સ્તરે જ અસ્વીકાર કરી દે છે. આવી વૃત્તિવાળા લોકો તેનાથી થતી લૌકિક લાભહાનિની ગડમથલમાં પડતા નથી. પરંતુ અમુક વર્ગ એવો છે કે જેનો દૃષ્ટિકોણ ભૌતિક હોય છે. દરેક વાતને લૌકિક અને આર્થિક લાભાલાભથી મૂલવે છે અને એના જ આધારે નિર્ણયો લે છે. આવા વર્ગને જ્યાં સુધી સ્વાસ્થ્ય સંબંધી લાભ હાનિ અને આર્થિક નફો-નુકશાન ન બતાવીએ ત્યાં સુધી તેઓ કોઈ પણ નિર્ણય લઈ શકતા નથી. જ્યારે આપણે આવા બહુજન સમુદાય સમાજમાં શાકાહારનો પ્રચાર કરવો હોય તો સમતોલપણું જાળવીને બન્ને દૃષ્ટિએ પ્રચાર-પ્રસાર કરવો પડશે. માંસાહાર દ્વારા આર્થિક અને સ્વાસ્થ્ય સંબંધી થતી નુકશાની અને તેના ત્યાગ દ્વારા થતાં દરેક પ્રકારના લાભોનું વિવરણ આપવું અનિવાર્ય છે. એટલી જ અનિવાર્યતા નૈતિકતા અને અહિંસાના આધારે ભાવનાત્મક સ્તરે માંસાહારના પ્રત્યે અરુચિ કરાવવાની પણ છે. બન્ને પક્ષે કરેલા પ્રચાર-પ્રસારથી ધારી સફળતા અવશ્ય મળી શકે. શાકાહાર અને શ્રાવકાચારના સ્વરૂપ, ઉપયોગિતા અને આવશ્યકતા પર વિચાર કરવા ઉપરાંત હવે એ પરિસ્થિતિનો પણ વિચાર અપેક્ષિત છે કે જેના કારણે માંસાહારને પ્રોત્સાહન મળી રહ્યું છે અને શાકાહાર શ્રાવકાચારની નિરંતર હાનિ થઈ રહી છે. એ ઉપાયો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. જે શાકાહાર અને શ્રાવકાચારના પ્રચાર પ્રસારનો માર્ગ પ્રશસ્ત કરતા હોય. આજે બજા૨ોમાંથી તૈયાર સામગ્રી લાવી ખાવા પીવાની પ્રવૃત્તિ નિરંતર વધી રહી છે. મહિલાઓ ઘર બહારના ક્ષેત્રોમાં આવી જવાથી આ પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન મળ્યું છે. હવે કોઈ ઘરના રસોડે ભોજન બનાવી જમવા માગતું નથી. બધા તૈયાર ભોજન માટે હોટલો કે બજા૨ો ભણી દોડે છે. આજે તો કેવળ કંદોઈ કે ફરસાણની દુકાનો ત૨ફ અથવા હોટલો અને 153

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175