Book Title: Shrutsagar Ank 2007 03 012
Author(s): Manoj Jain
Publisher: Shree Mahavir Jain Aradhana Kendra Koba

Previous | Next

Page 137
________________ ભગવતી પદ્માવતી માતાનાં પ્રસિદ્ધ તીર્થધામો ૧. નરોડા-અમદાવાદ ભગવતી પદ્માવતીમાતાનું પ્રાચીન અને જાગતું ધામ. * લાલ વર્ણનાં માતાજીનાં દર્શન કરતાં જ મનને અપૂર્વ શાંતિ મળે છે. * આ પ્રાચીન મૂર્તિનો મહિમા ખરેખર અપરંપાર છે. ૨. નિશાપોળ-અમદાવાદ पंन्यास प्रवरश्री अमृतसागरजी आचार्यपद प्रदान महोत्सव विशेषांक * શ્રી જગવલ્લભ પાર્શ્વનાથના જિનાલયમાં ભગવતી પદ્માવતી માતાજી બિરાજમાન છે. * અપૂર્વ પ્રતિમા હોવાના કારણે દર્શનાતુર ભક્તોનો પ્રવાહ સતત ચાલુ જ હોય છે. * પાંચ તીર્થંકરો મૂર્તિની ઉપર સ્થાપવામાં આવ્યા છે તે આ મૂર્તિની આગવી વિશેષતા છે. ૩. સમ્મેતશિખર પોળ-અમદાવાદ દિલાવરસિંહ વિહોલ * જિનાલયમાં ભગવતી પદ્માવતી માતાની લાલશ પડતા પીળા રંગની મૂર્તિ બિરાજમાન છે. * અપૂર્વ અને મનોરમ્ય આ મૂર્તિના દર્શન કરવા ભક્તોનો પ્રવાહ ચાલુ જ હોય છે. ૪. રતનપોળ-અમદાવાદ * જિનાલયમાં પ્રસ્થાપિત પદ્માવતી માતાજીની આ મૂર્તિ બેઠકની રીતે અંબિકાનું સ્મરણ કરાવે તેવી અદ્ભુત પ્રતિમા છે. ૫. ધના સુથાર પોળ-અમદાવાદ * જિનાલયમાં બિરાજમાન આ ભગવતી પદ્માવતી માતાજીના પ્રભાવ વિશે કહેવાય છે કે તેમના પ્રભાવથી રાત્રિના સમયે જિનમંદિરમાં વાજિંત્રોના નાદ થાય છે ૬. શેખનો પાડા-અમદાવાદ * આ જિનાલયમાં ભગવતી માતા પદ્માવતીની મનોહર અને ચમત્કારી મૂર્તિ બિરાજમાન છે. ૭. વટવા-અમદાવાદ * જૈન આશ્રમ ખાતે સ્વર્ગીય આચાર્યશ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજ દ્વારા પદ્માવતી માતાની સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ૮. દેવકીનંદન સોસાયટી-અમદાવાદ * આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજશ્રીના વરદ હસ્તે પુરૂષાદાનીય પાર્શ્વનાથના જિનાલયમાં ભગવતી પદ્માવતીમાતાની સ્થાપના થયેલી છે. ૯. ચાંદખેડા-અમદાવાદ * આચાર્ય પૂજ્યપાદ શ્રી દુર્લભસાગરસૂરિજી મહરાજજીએ બુદ્ધિસાગરનગરમાં સ્થાપાયેલી ભગવતી પદ્માવતી માતાજીની મૂર્તિ પણ અપૂર્વ સૌદર્ય ધરાવે છે. 135 ૧૦. વાસણા-અમદાવાદ * સુવિખ્યાત ધરણીધર દેરાસરમાં અલખના અવધૂત આચાર્યશ્રી સુબોધસાગરસૂરિજી મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત શ્રી પદ્માવતી માતાજીના પરચાઓનો કોઈ પાર નથી.

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175