________________
ભગવતી પદ્માવતી માતાનાં પ્રસિદ્ધ તીર્થધામો
૧. નરોડા-અમદાવાદ
ભગવતી પદ્માવતીમાતાનું પ્રાચીન અને જાગતું ધામ.
* લાલ વર્ણનાં માતાજીનાં દર્શન કરતાં જ મનને અપૂર્વ શાંતિ મળે છે.
* આ પ્રાચીન મૂર્તિનો મહિમા ખરેખર અપરંપાર છે.
૨. નિશાપોળ-અમદાવાદ
पंन्यास प्रवरश्री अमृतसागरजी आचार्यपद प्रदान महोत्सव विशेषांक
* શ્રી જગવલ્લભ પાર્શ્વનાથના જિનાલયમાં ભગવતી પદ્માવતી માતાજી બિરાજમાન છે.
* અપૂર્વ પ્રતિમા હોવાના કારણે દર્શનાતુર ભક્તોનો પ્રવાહ સતત ચાલુ જ હોય છે.
* પાંચ તીર્થંકરો મૂર્તિની ઉપર સ્થાપવામાં આવ્યા છે તે આ મૂર્તિની આગવી વિશેષતા છે.
૩. સમ્મેતશિખર પોળ-અમદાવાદ
દિલાવરસિંહ વિહોલ
* જિનાલયમાં ભગવતી પદ્માવતી માતાની લાલશ પડતા પીળા રંગની મૂર્તિ બિરાજમાન છે.
* અપૂર્વ અને મનોરમ્ય આ મૂર્તિના દર્શન કરવા ભક્તોનો પ્રવાહ ચાલુ જ હોય છે.
૪. રતનપોળ-અમદાવાદ
* જિનાલયમાં પ્રસ્થાપિત પદ્માવતી માતાજીની આ મૂર્તિ બેઠકની રીતે અંબિકાનું સ્મરણ કરાવે તેવી અદ્ભુત પ્રતિમા છે.
૫. ધના સુથાર પોળ-અમદાવાદ
* જિનાલયમાં બિરાજમાન આ ભગવતી પદ્માવતી માતાજીના પ્રભાવ વિશે કહેવાય છે કે તેમના પ્રભાવથી રાત્રિના સમયે જિનમંદિરમાં વાજિંત્રોના નાદ થાય છે
૬. શેખનો પાડા-અમદાવાદ
* આ જિનાલયમાં ભગવતી માતા પદ્માવતીની મનોહર અને ચમત્કારી મૂર્તિ બિરાજમાન છે.
૭. વટવા-અમદાવાદ
* જૈન આશ્રમ ખાતે સ્વર્ગીય આચાર્યશ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજ દ્વારા પદ્માવતી માતાની સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે.
૮. દેવકીનંદન સોસાયટી-અમદાવાદ
* આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજશ્રીના વરદ હસ્તે પુરૂષાદાનીય પાર્શ્વનાથના જિનાલયમાં ભગવતી પદ્માવતીમાતાની સ્થાપના થયેલી છે.
૯. ચાંદખેડા-અમદાવાદ
* આચાર્ય પૂજ્યપાદ શ્રી દુર્લભસાગરસૂરિજી મહરાજજીએ બુદ્ધિસાગરનગરમાં સ્થાપાયેલી ભગવતી પદ્માવતી માતાજીની મૂર્તિ પણ અપૂર્વ સૌદર્ય ધરાવે છે.
135
૧૦. વાસણા-અમદાવાદ
* સુવિખ્યાત ધરણીધર દેરાસરમાં અલખના અવધૂત આચાર્યશ્રી સુબોધસાગરસૂરિજી મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત શ્રી પદ્માવતી માતાજીના પરચાઓનો કોઈ પાર નથી.