________________
पंन्यास प्रवरश्री अमृतसागरजी आचार्यपद प्रदान महोत्सव विशेषांक
૧૧. સેટેલાઈટ-અમદાવાદ
પ્રેરણાતીર્થ ખાતે બિરાજમાન ભગવતી પદ્માવતી માતાએ પણ ભક્તોમાં અનેરૂં આકર્ષણ જગાવ્યું છે. અમદાવાદમાં નીચેના સ્થાનોમાં પણ ભગવતી પદ્માવતી માતાજી જુદા જુદા સ્વરૂપે બિરાજ્યાં છે.
* ઝવેરી પાર્ક, કેશવનગર, સાવથીનગરી, નવરંગપુરા, બાપુનગર, સરખેજ, વાસણા, કૃષ્ણનગર, આનંદધામ, મુક્તિધામ ગુજરાતનાં નાના મોટાં નગરો, ગામો અને કસ્બાઓમાં ઠેકઠેકાણે ભગવતી પદ્માવતી માતાજી બિરાજમાન છે. દરેક સ્થળનો પરિચય આપવો તો શક્ય નથી પરતું કેટલાક મહત્ત્વનાં સ્થાનોનાં નિર્દેશ નીચે પ્રમાણે છે.
* જૈનોના શિરમોર જેવા તીર્થ પાલિતાણામાં ગિરિરાજ ઉપર પદ્માવતીની ટૂંક (શ્રીપૂજ્યની ટૂંક) પર ભગવતી પદ્માવતીમાતાજી બિરાજેલા છે.
* પાલિતાણામાં સાહિત્ય મંદિર, જસકુંવરની ધર્મશાળા, શત્રુંજય ડેમ વગેરે સ્થળોએ માતાજીની સ્થાપના છે. * પાલિતાણાથી અમદાવાદ આવતાં પીપરલા ગામે બનેલા જિનમંદિરમાં પદ્માવતી માતાની આકર્ષક પ્રતિમા છે. * ઘોઘા બંદરે અને ઉત્તર ગુજરાતમાં મહેસાણા ખાતે મનમોહન પાર્શ્વનાથના દેરાસરમાં પ્રાચીન પ્રતિમા છે. * વિજાપુરમાં પ્રાચીન દેરાસરમાં સૈકાઓ જૂની પ્રતિમા છે તથા નૂતન સ્ફુર્લિંગ પાર્શ્વનાથ તીર્થમાં પણ માતાજીની સ્થાપના કરવામાં આવી છે.
* ખંભાતમાં મુખ્ય જિનાલય શ્રી સ્તંભણ પાર્શ્વનાથના દેરાસર ઉપરાંત સંઘવી પાડામાં સોમચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયમાં બિરાજમાન પદ્માવતીમાતાજીની મૂર્તિ ૧૪૦૦ વરસ પ્રાચીન છે તથા ત્યાં ૧૪૦૦ વરસથી અખંડ દીપક ચાલુ છે.
* ખંભાતના માણેકચોકમાં શંખેશ્વર પાર્શ્વનાથના દેરાસરમાં, સુમતિનાથના દેરાસરમાં માતાજીની સ્થાપના છે. * ઉત્તર ગુજરાતના મુખ્ય શહેર પાટણના ભોંયરા પાડામાં, શીતલનાથના દેરાસરમાં માતાજી બિરાજમાન છે. * સુપ્રસિદ્ધ જૈન તીર્થ શંખેશ્વરમાં ભક્તિવિહારમાં તથા પદ્માવતી શક્તિપીઠમાં પદ્માવતી માતાજીની ૨૪ હાથ વાળી ભવ્ય મૂર્તિ છે.
* ભરૂચની શ્રીમાળી પોળના મુખ્ય દેરાસર તથા ભરૂચ નજીક ભાડભૂત ગામમાં પણ ચમત્કારી પદ્માવતી માતાજી બિરાજમાન છે.
* મધ્ય ગુજરાતમાં શિનોર ખાતે માતાજીની પ્રભાવશાળી મૂર્તિ છે.
* વડોદરાના શાંતિનાથનું દેરાસર, લાલબાગ દેરાસર, પ્રતાપનગર ચિંતામણિ પાર્શ્વનાથ દેરાસર, મોતીબાગ દેરાસર વગેરે સ્થળોએ ભગવતી પદ્માવતી માતાજી જુદા જુદા સ્વરૂપે બિરાજમાન છે.
* શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા ખાતે ભગવતી પદ્માવતી માતાજીની મનોરમ્ય મૂર્તિ બિરાજમાન છે.
* ગોધરા, વક્તાપુર વગેરે નામાં મોટાં સ્થાનોમાં પણ માતાજી જુદા જુદા સ્વરૂપે બિરાજમાન છે. ૧૨. મુંબઈ
* વાલકેશ્વરમાં બાબુ અમીચંદ પનાલાલ જૈન દેરાસર, પાયધુનીમાં ગોડીજી અને મહાવીરસ્વામી દેરાસર, પાર્લા વેસ્ટમાં ઘેલાભાઈ કરમચંદ સેનેટોરિયમ ઉપરાંત માટુંગા, ચેમ્બુર, અગાસી, ગોરેગાંવ, ગોવાલિયા ટેંક વગેરે સ્થાનોમાં માતાજીની સ્થાપના છે.
૧૩. મહારાષ્ટ્રમાં વલવન(લોનાવાલા), નાગપુર, સંગમનેર, નિપાણી, અમલનેર, ખામગાંવ, બાલાપુર વગેરે સ્થળોએ ભગવતી પદ્માવતી માતાજી જુદા જુદા સ્વરૂપોમાં બિરાજમાન છે.
૧૪. દક્ષિણ ભારતમાં કુંભોજગિરિ, ભાંડુકજી, કુલપાકજી, હુંબજ(દિંગબર મંદિર), તિરૂપતિ, સિકંદરાબાદ, બેંગ્લોર,
136