________________
श्रामण्योपनिषद्
१३
તે દુર્વિનીત મિથ્યાત્વ સાથે તે ગતિમાં જાય છે, કે જ્યાં મહાપાપીઓ એવા ઋષિઘાતકો જાય છે. પા
સમગ્ર વિશ્વ પર મૃદુતા ક્યાં ? અને ગુરુ ઉપર પણ કઠોરતા ક્યાં ? મૃદુતા શીઘ્ર મોક્ષ આપે છે અને કઠોરતા સંસારવૃદ્ધિ કરે છે. III
જેઓ કઠોર છે, તેમને ક્લેશ જ મળે છે. મૃદુને જ સંપત્તિનો સમાગમ થાય છે. જેમ કે દાંતોને ક્લેશ મળે છે અને જીભને રસાસ્વાદ મળે 9. 11911
કઠોરો જે કાર્યોને ન કરી શકે, તે કાર્યોને મૃદુ રમતમાત્રમાં કરી દે છે. જેમ કે નદીનું પાણી પર્વતોના સમૂહોને પણ ભેદી નાખે છે. ટા
મૃદુતાથી સર્વ જીવો પ્રત્યે જેનું મન દ્રવિત બન્યું છે, તેને કેવળજ્ઞાન અને મોક્ષ મળે છે, માત્ર તપ અને શ્રુતાભ્યાસથી નથી મળતા. ।।૯।