________________
श्रामण्योपनिषद्
३१ જે સમગ્ર વિશ્વની રક્ષા કરવામાં સમર્થ છે, જે નત = સંયમની પરિણતિને કેળવનારાઓ પ્રત્યે વત્સલ છે, જેની પ્રતિમા (સ્વરૂપ) અપ્રતિમ છે, એવા ઓ સંયમ ! તને નમસ્કાર હો. II
ત્રણ લોકના શેખર જેવા સ્થાનમાં જેણે પદ પ્રાપ્ત કર્યું છે, અહમિંદ્ર છે, એવો સર્વાર્થસિદ્ધ દેવલોકનો દેવ પણ હંમેશા જેને યાદ કરે છે અને સદા ય જેની જ અભિલાષા કરે છે તે આ સંયમને જ યત્નપૂર્વક વરો. I/૧૦ના
| સત્ય ||
-
જાન જોખમમાં મુકાવા છતાં પણ જેમણે સમ્યક્ રીતે સત્યવચન જ કહ્યું, તેવા પૂજ્ય શ્રી કાલિકાચાર્યને પુનઃ પુનઃ નમસ્કાર હો. ||૧||
શબ્દાનુશાસન કહે છે કે જે સજજનોને હિતકારક હોય તે સત્ય. આ સત્યની જ આરાધના કરવી જોઈએ, કારણ કે સત્ય જ જય પામે છે. રા.