________________
श्रामण्योपनिषद्
४५ આ રીતે પરભાવોથી મુક્ત, સર્વત્ર સર્વ પ્રકારે સમભાવથી યુક્ત, પરમતાથી પૂર્ણ એવા પદમાં તન્મયતાને ધરાવનાર, એવા અકિંચન મુનિ અનુભૂતિમાત્ર એવા કેવળ સ્વ સ્વરૂપમાં પ્રવેશ કરે છે. ૧૦ના
| બ્રહ્મ ||
જેઓ બ્રહ્મચર્યના પર્યાયભૂત છે, જેઓ મદનોન્માદના મૃત્યુ સમાન છે, જેઓ શીલ સૌભાગ્યની મૂર્તિ સમાન છે, એવા શ્રી સ્થૂલભદ્રસ્વામીને નમસ્કાર થાઓ. ////
દિવ્ય મૈથુનથી જે ત્રિવિધ ત્રિવિધ = નવવિધ વિરતિ અને એ રીતે ઔદારિકથી પણ વિરતિ આ રીતે બ્રહ્મચર્ય અઢાર પ્રકારનું છે. //રા
સ્ત્રી વગેરેથી સંસક્ત વસતિ, સ્ત્રીકથા, ભીંત વગેરેના આંતરેથી સ્ત્રી શબ્દશ્રવણ, સ્ત્રીના અંગોપાંગનું આલોકન, પૂર્વક્રીડાનું સ્મરણ, અધિક આહાર, પ્રણીત આહાર અને વિભૂષા... I all