________________
४७
श्रामण्योपनिषद्
આ ઉપાધિઓથી પરિશુદ્ધ, નવ ગુપ્તિઓથી ગુપ્ત, મોક્ષમાર્ગના દીપક એવા બ્રહ્મચર્યનું સમ્યક પાલન કરવું જોઈએ. //૪
ઈન્દ્રિયોના સમૂહમાં રસનેન્દ્રિય, ગુપ્તિઓમાં મનગુપ્તિ અને વ્રતોમાં બ્રહ્મચર્ય દુર્ધર છે, એમ શાસ્ત્રોમાં કહ્યું છે. પા
પૃથ્વીનો ભાર ઉપાડવો સહેલો છે, પર્વતોનો સમૂહ ઉપાડવો પણ સહેલો છે. પણ બ્રહ્મચર્યનો ભાર ઉપાડવો મુશ્કેલ છે. એ તો ધુરંધરોથી ય દુખેથી ઉપાડાય તેવો છે. ||
જન્મ-જરા-મરણથી રહિત અને પરમાનંદરૂપ એવો મોક્ષ જેનું ફળ છે, તે દુષ્કર હોય, એમાં શું આશ્ચર્ય છે ? Iળા.
જેમને કલહ પ્રિય છે, જેઓ ઈર્ષાળુ અને ચાડીખોર છે, તેવા નવ નારદો પણ જે મોક્ષમાં જાય છે, તેમાં બ્રહ્મચર્ય જ કારણ છે. દા.
દેવો, દાનવો, ગંધર્વો, યક્ષો, રાક્ષસો અને કિન્નરો બ્રહ્મચારીઓને નમસ્કાર કરે છે, કે જેઓ મુશ્કેલીથી પળાય તેવું તે વ્રત પાળે છે. Iો.