________________
श्रामण्योपनिषद् તે મુનિવરને વંદિએ, જે ધરે સોચ પવિત્ર; વિશ્વ સકલ પાવન કરે, જેનું સારું ચરિત્ર. ૭૧ આત્મ ધન રસિયા મુનિ, પરિગ્રહ ધરે ન કાંઈ; અકિંચન પણ રાજેશ્વર, વિશ્વ સકલ સાંઈ. ૭૨ કિચન કિંચન વશ પડ્યા, ભટકે આમને તેમ; કિંચન પણ પામે નહીં, રહે એમના એમ. ૭૩ નિજનું જો સમજાય તો, કિંચન છૂટી જાય;
અકિંચનમાં રાચતા, સકલ સમૃદ્ધિ વશ થાય. ૭૪ પુદ્ગલ ધન છે પારકું, પોતાનું નવિ થાય; કાળ અનંતો એમ ગયો, નિજનું ન પમાય. ૭૫ જ્ઞાનાદિ ગુણ નિજતણાં, પૂર્ણ મેળવવા યત્ન; અકિંચન થઈ જો કરે, એ જ ચિંતામણી રત્ન. ૭૬ ધર્મ અકિંચન આત્માનો, મમતાનો કરે નાશ; અકિંચન ધન જેને મળ્યું, તેને ન કોઈની આશ. ૭૭ અકિંચન જે આત્મા તેનું નહિ હોય મૂલ; અકિંચનતા પ્રગટે નહિ, તે તો જાણો તૂલ. ૭૮ અકિંચનતા જસ મનસ્વી, તે મુનિ જિગુણલીન; સુર ને ઈન્દ્ર તલ પદ નમે, બને ન કદી પણ દીન. ૭૯ બ્રહ્મ પરમ બ્રહ્મ સમું, બ્રહ્મ ચારિત્રનો પ્રાણ; વીર્યવંત ચેતન સદા, બ્રહ્મથી હોય સુજાણ. ૮૦