________________
श्रामण्योपनिषद्
३९
ધ્યાનજળથી જીવને જે સદાતન શુદ્ધિનું કારણ બને છે, જે કર્મરૂપી મળને દૂર કરે છે, તે ભાવસ્નાન કહેવાય છે. ગ્રા
જે સમતાકુંડમાં સ્નાન કરીને પાપજનિત મલને છોડીને ફરીથી માલિન્ય પામતો નથી, તે અંતરાત્મા પરમ પવિત્ર છે. ૫૮૫
શુભધ્યાનથી મનનું શૌચ, સત્યના આશ્રયથી વાણીનું શૌચ અને સદાચારથી કાયાનું શૌચ કરીને શ્રમણ પરમ પવિત્ર થાય છે. લા
ઉદ્ગમ વગેરે દોષોનો પરિહાર કરવાથી ઉપકરણ-આહાર વગેરેની વિશુદ્ધિ થાય છે. રાજસ અને તામસ તપનો ત્યાગ કરી સાત્ત્વિક તપનો આદર કરવાથી તપની વિશુદ્ધિ થાય છે. અહિંસા આદિની પાંચ-પાંચ ભાવનાઓની શુદ્ધિઓ દ્વારા વ્રતોના સમૂહની વિશુદ્ધિ થાય છે. આ ભાવશૌચ મારામાં હંમેશ માટે પરિણતિ પામો. ૧૦ના