________________
श्रामण्योपनिषद्
| અકિંચનતા . જેમની પાસે અકિંચનતા સિવાય બીજું કશું જ ન હતું, એવા ક્ષપકશ્રેણિ પર આરોહણ કરનારા શ્રી ભરતચક્રીને હું વંદન કરું છું. /૧/
મૂચ્છ એ પરિગ્રહ કહ્યો છે અને તે (મૂચ્છ) શરીર વગેરેમાં હોય છે. માટે જ્યાં અનગ્નતા છે = સવસ્ત્રતા છે, ત્યાં પરિગ્રહ/મૂચ્છે છે, એવી વ્યાપ્તિ કદી હતી પણ નહીં અને રહેશે પણ નહીં. તેરા
ગામ, નગર, સંઘ, ઉપાશ્રય અને શરીરનું મમત્વ છોડ્યું ન હોય, ત્યારે વસ્ત્રમાત્ર છોડી દેવાથી કયો લાભ થવાનો છે ?
પ્રાભૂતકારે (શ્રી કુંદકુંદસ્વામિએ) પણ કહ્યું છે કે જે જિનકથિત ભાવનાથી ભાવિત નથી તે નગ્ન દુર્લભબોધિ છે, તે ભવભ્રમણ કરે છે. જો
માટે મૂચ્છનો ત્યાગ કરવો જોઈએ. વળી ધર્મોપકરણ કરતાં અધિક વસ્ત્રાદિનો જે સંચય છે, તેનો પણ મૂચ્છના નિષેધથી જ નિષેધ થઈ ગયો છે. કારણ કે એવો સંચય એ પણ મૂચ્છનું ફળ છે. //પા.