________________
श्रामण्योपनिषद्
३७ અંદર રહેલું દોષયુક્ત મન તીર્થોમાં સ્નાન કરવાથી શુદ્ધ થતું નથી. તે સેંકડો વાર પણ પાણીથી ધોયેલા મદિરાના ભાજનની જેમ અપવિત્ર જ રહે છે. તેરા
જો પાણીથી જ શુદ્ધિ થતી હોય, તો માછલાઓ અને કાચબાઓ સૌ પ્રથમ સ્વર્ગમાં જશે અને પછી બીજા જશે.
જેનું શરીર હિંસા વગેરેથી દોષયુક્ત છે, જેનું વચન પણ ખોટું બોલવાથી દોષયુક્ત છે અને ખરાબ ચિંતનથી જેનું મન દોષયુક્ત છે, ગંગા તે જીવથી વિમુખ છે. //૪ll
જે પરસ્ત્રી, પરધન અને પરદ્રોહથી પરાઠુખ છે, તેના માટે તો ગંગા પણ કહે છે કે, “એ ક્યારે આવીને મને પાવન કરશે ?' /પા.
માટે ભાવને શુદ્ધ કરવો જોઈએ. બાહા શુદ્ધિઓનું શું કામ છે ? જે આત્મા ભાવથી અત્યંત શુદ્ધ છે, તે સ્વર્ગ અને મોક્ષ પામે છે. llll