________________
श्रामण्योपनिषद्
१९
એવા ઘણા ખોટા માયાપ્રપંચોથી સર્યું, કે જેઓ સર્વ સુખોનો વિનાશ કરે છે, સંક્લેશો અને ક્લેશો આપે છે. તું હરણના બચ્ચા જેવો અને કબૂતરના શિશુ જેવો થઈ જા, સરળને જે સુખસમાધિ મળે છે, તે તને પોતાની મેળે જ કાયમ માટે મળતી 232. 119011
॥ મુક્તિ ॥
જેમણે મુક્તિના અનુરાગથી સુંદર કન્યાને ય તૃણ સમાન માની. સુવર્ણકોટિને પણ માટીના ઢેફા જેવી માની, તે શ્રી વજસ્વામિની અમે સ્તુતિ કરીએ 24. 11911
મુક્તિમાર્ગનો દૃષ્ટા તે જ મુનિપ્રવ૨ છે કે જેને મમતા નથી. આ વિષયમાં શ્રી આચારાંગસૂત્ર સાક્ષી છે. રા
જેને વસ્રમાત્રમાં પણ કે શરીરમાત્રમાં પણ મમત્વ છે તે જ્ઞાની નથી. કારણ કે તેને જ્ઞાનનું ફળ મળ્યું નથી. તે તો માત્ર દુ:ખનું ભાજન બન્ને 99. 11311