________________
२१
श्रामण्योपनिषद्
પ્રત્યેક જીવનો લોભરૂપી જે ખાડો છે તેમાં આખી દુનિયા નાખી દો, તો ય અણુ જેટલી જગ્યા જ પૂરાય છે. તો એમાંથી કયા જીવના ભાગે કેટલું આવી શકે ? માટે લોભ રાખવો એ ફોગટ જ છે. તો
આ લોભની ખાણ સમગ્ર વિશ્વમાં મહા આશ્ચર્યવાળી છે કે જે તેને પૂરવા માટે નાખેલી વસ્તુઓથી જ વધુ ને વધુ ખોદાય છે. પણ
જે લોભથી વિલુપ્ત થતો નથી, સુંદર સ્ત્રીઓ જેને મોહિત કરી શકતી નથી અને વિષયો જેને રાગ-દ્વેષ ઉપજાવી શકતા નથી, તેને મુક્તિ પોતે જ વરે છે. દા
કોણ કહે છે કે મોક્ષ દુર્લભ છે ? મોક્ષ તો સુલભ જ છે. કષાયો અને વિષયોને છોડી દે, મુક્તિ તારા હાથમાં જ છે. Iછી
મમત્વ મરી પરવારે અને સમત્વની સારી પેઠે પ્રતિષ્ઠા થઈ જાય, પછી તો મન જ્યાં જ્યાં જાય, ત્યાં ત્યાં સમાધિ જ સમાધિ છે. દા