________________
श्रामण्योपनिषद्
અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ, સંલીનતા આ બાહ્ય તપ છે. ગા પ્રાયશ્ચિત્ત, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વિનય, કાયોત્સર્ગ, શુભ ધ્યાન - આ આત્યંતર તપ
કહેવાય છે. [૪]
-
२५
અક્ષય એવા તીર્થંકરોએ પૂર્વકૃત પાપકર્મોનો બે પ્રકારે ક્ષય કહ્યો છે. કાં તો તપથી ખપાવીને અને કાં તો દુ:ખો દ્વારા સહન કરીને. પા
જે શૂળીથી ભોગવાય, એવું કર્મ જો સોયથી જ ખપી જતું હોય, તો શું એનાથી જ પૂરતું નથી ? શું એનાથી જ કૃતકૃત્યતા નથી થઈ જતી ? દા
વાસ્તવમાં તો તપમાં સોયપણું પણ સંગત થતું નથી. કારણ કે તપ તો રૂના પૂળાથી ભરેલી સુખદાયક શય્યા જેવું છે. IIIા
માટે જ પૂર્વાચાર્યોએ ‘તપ એ દુઃખરૂપ છે’, એવા વાદનું નિરાકરણ કરીને, ‘તપ એ સુખરૂપ છે', તેવું કહ્યું છે. આ વિષયમાં પૂ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાનું વચન આ પ્રમાણે છે - ।।૮।।