________________
श्रामण्योपनिषद्
રૂના પૂળા ને માખણ જેવું અત્યંત કોમળ, દયાળુ અને કરુણાથી પવિત્ર એવું જે હૃદય હોય, તે જ અહીં મૂદુતાનું પરમ રહસ્ય છે. બીજો તો તેનો જ વિસ્તાર છે. માટે આ પરમ રહસ્ય માટે જ પ્રયત્ન કરો. ૧૦થી
| ઋજુતા | ઋજુતા રૂપી ઉત્તુંગ પર્વતના શિખરે બિરાજમાન એવા માગતુષમુનિને વંદન કરું છું અને કૂરગડુમુનિને વંદન કરું છું. //
જેઓ સરળ છે, તેઓ પ્રકૃષ્ટ ગુણોને પામે છે અને જેઓ વક્ર છે તેઓ સંસારસાગરમાં ભમે છે. પ્રગુણતા એ મુક્તિનો સરળ માર્ગ છે અને વક્રતા એ સંસારનો સીધો રસ્તો છે. રાઈ
જે સરળ છે તેની જ શુદ્ધિ થાય છે. શુદ્ધ જીવનો જ ધર્મ ટકે છે. તેના દ્વારા પરમ નિર્વાણ થાય છે. જેમ કે ઘીથી સિંચન કરાયેલો અગ્નિ. //૩