Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar

View full book text
Previous | Next

Page 9
________________ પ્રકાશકીય નિવેદન આજે શ્રી જિનેશ્વર ભગવંતકથિત સદ્ધર્મના આરાધક શ્રી જૈન સમાજનાં પવિત્ર કરકમળમાં આ શ્રી આનન્દ-ચંદ્ર-હંસ જૈન રત્નમાલાનું રત્ન પાંચમું સમર્પતાં અત્યંત આનંદ અનુભવીએ છીએ. પ્રભુશાસનના શ્રાવક-શ્રાવિકા સમાજને નિયની આવશ્યક ધર્મક્રિયાની જેટલી જરૂર છે, તેટલી જ જરૂર તે ક્રિયાજ્ઞાપક સૂત્રોનાં તલસ્પર્શી જ્ઞાનની છે. જ્ઞાન અને ક્રિયાનો એ રીતે સુમેળ સધાય તો જ આત્મા, ભવડેરા ટાળીને સાદિ અનંત સુખનો ભેતા બની શકે. આથી આવશ્યકક્રિયારૂચ જૈન સમાજને આવશ્યક સૂત્રનો યથાર્થ અવધ કરાવી ધર્મક્રિયામાં મસ્ત બનાવે તે અતિઉપયોગી અનુવાદગ્રંથ વસાવી આપવાની પૂજ્ય શાસનકંટકોદ્ધારક મુનિરાજશ્રી હંસસાગરજી મ. શ્રીની ઘણા વખતથી ભાવના હતી. પરંતુ સં. ૧૯૯૨ થી ઉદ્ભવેલ નવા તિથિમતની ભીમ અનર્થતાને પ્રાયઃ એકલા હાથે ખાળતાં પૃ. મુનિશ્રીને ૧૨ વર્ષ વીતી જવાથી પિતાની તે ભાવના સં. ૨૦૦૪ સુધી ફળી શકી નહિં. તેવામાં પૃ. મુનિશ્રીની તે ભાવનાનુરૂપ શ્રી વંદિત્તસૂત્રની અર્થદીપિકાને અનુવાદ પૂ. 9. શ્રી ધર્માવિ.મ.ના હસ્તે પ્રસિદ્ધ થયો ! આથી પૂ. મુનિશ્રીને પિતાનું જ કાર્ય થયું જાણી અપાર આનંદ થયો ! પરંતુ તે અનુવાદ જોતાં પૂ. મુનિશ્રીને કેમ અને કે ખેદ થ, અને અંતે આ સંદર-સરળ અને સર્વાગ સંપૂર્ણ અનુવાદ તેઓશ્રીએજ રચો પડ્યો તે વગેરે બીના આ ગ્રન્થનાં પ્રાકથનમાં પૂજ્યશ્રીએ જણાવી અમારી ફરજ ઓછી કરી છે. પૂજ્યશ્રીએ અતિ ખંતથી રચેલ આ શાસ્ત્રીયગ્રન્થ, આવી સવગશુદ્ધ સ્થિતિમાં સમાજને પ્રથમ જ પ્રાપ્ત થાય છે. કારણકે આ અક્ષરશઃ અનુવાદ ગ્રંથ, કેવળ મુદ્રિત અર્થદીપિકા ટીકાના આધારે જ નહિ, પરંતુ તે ટીકામાંના ૮૩ અશુદ્ધ પાઠોને શુદ્ધ કરીને અને તે પછી પણ તે આખી ટીકાને પ્રાચીન હસ્તલિખિત પ્રતમાંથી મેળવેલા ૩૨૫ જેટલા મહત્વના પાઠથી સુસંગત રીતે સંસ્કારીને શુદ્ધતર તૈયાર કરેલ અર્થદીપિકા ટીકાના આધારે રચવામાં આવેલ છે ! એ સાથે અન્યત્ર અલભ્ય એવી અન્ય ગ્રંથમાંની પુષ્કળ ઉપયોગી બાબતે અને અનેક પદાર્થોનું સુંદર સ્પષ્ટીકરણ રજુ કરતી દોઢસો લગભગ કુટનેટરને ધ પણ પીરસવામાં આવેલ છે. આ અપૂર્વ ગ્રન્થને બાહ્યાભંતર સર્વાંગસુંદર તૈયાર કરવામાં પૂજ્યશ્રીએ, ચાર વર્ષ પર્યત સતત અને પ્રશંસનીય પરિશ્રમ ઉઠાવેલ છે, એ બદલ પૂજ્યશ્રીનો આભાર માનીએ છીએ. આ મનરમ ગ્રન્થગત સમસ્ત વિશ્વને માનપૂર્વક ઉકેલીને તેને રચનાત્મકદષ્ટિએ અને આકર્ષક ઢબે જવાપૂર્વક ગ્રંથમાંના પ્રત્યેક વિશેની વિસ્તૃત તેમજ સંક્ષિપ્ત અનુક્રમણિકાઓ-શુદ્ધિપત્રક વગેરે પૂર્ણ ખંતથી તૈયાર કરી યથાસ્થાને છે આપનાર પૂ. મુનિરાજશ્રી મુનીન્દ્રસાગરજી મ.શ્રીઓ તથા આ ગ્રન્થની સમરત મેટર શાસ્ત્રીયદૃષ્ટિએ બારીકીથી તપાસીને અથથી ઇતિ પર્યત જાતે લખી આપનાર પૂ. મુનિરાજશ્રી નરેન્દ્રસાગરજી ભ.શ્રીએ ગ્રન્થની ગૌરવતામાં અભિવૃદ્ધિ કરેલ હોઈ ઉક્ત પૂ. મુનિવરોના પણ આભારી છીએ. આ અત્યુત્તમ ગ્રન્થની મનનીય પ્રસ્તાવના, શ્રાદ્ધગુણસંપન્ન સુશ્રાવક સુરચંદભાઈ પી. બદામીજી જજજ સાહેબે લખી આપીને તથા વિદભાગ્ય બે બોલ, તાવિકધર્મ સાહિત્યના ઉપાસક શ્રીયુત શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ જેવા વિદ્વયે લખી આપીને આ ગ્રન્થની અને ગ્રન્થકાર મહાત્માની મહત્તાને જનતા સામે નિર્મળ આરિસા રૂપે ધરેલ છે, તે બદલ તેઓ સાહેબના તથા આ ગ્રન્થના ચાર ધર્મનિષ્ઠ સહાયક સસ્પૃહસ્થ શ્રેષ્ઠીવરોના અમો આભારી છીએ. એકંદરે ધર્માનુરાગી પ્રત્યેક ભવ્યજનોને પરમ ઉપયોગી એવા આ ગ્રંથનાં વાચન-મનનવડે ભવ્યામાઓ સમ્યગદર્શનાદિ રત્નત્રયીની આરાધનામાં ઉજમાળ બની શાશ્વતપદ પામે, એ જ શુભેછા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 558