Book Title: Shivanand Saraswati Santvani 27 Author(s): Shivanand Adhvaryu Publisher: Navjivan Prakashan Mandir AhmedabadPage 11
________________ ૨ બ્રા. સ્વામી શિવાનંદ સરસ્વતી-હૃષીકેશ દવા દેવાનું, અને દરદી તપાસવાનું કામ તે કરવા લાગ્યા. ઉપરાંત “એોઝીઆ' તો ચાલુ જ રહ્યું. કુપુસ્વામીના એક મિત્ર ડૉ. આયંગર મદ્રાસથી સિંગાપોર ગયેલા તેને કુપુસ્વામીએ પત્ર લખ્યો. ૧૯૧૩માં તેમણે મલાયા જવા વિચાર્યું. કુપુસ્વામીએ કુટુંબના સભ્યોને મનાવી લીધા. મદુરાઈમાં તેમને વિદાય આપવામાં આવી. તેમણે કહ્યું, ‘‘નિઃસ્વાર્થ સેવા જ અહંને ઓગાળી શકે. હું દરરોજ દાનનું એક કૃત્ય કરીશ જ.'' એક વયોવૃદ્ધ પાર્ટીમાં હાજર હતા. તે ગળગળા થઈ ગયા અને કુપુને હૃદયસરખા ચાંપી કહ્યું, ‘‘કુપુ! તારું સોને મ હૃદય છે !' ૨. બીમારની સેવામાં સિંગાપોર જતી “તારા' નામની આગબોટમાં દૂધથી બાંધેલા લાડુ સાથે લઈ કપુસ્વામી પરદેશ ઊપડ્યા. બોટ પર પણ તે કહેવાની રાહ ન જોતાં કોઈ સેવાની તક શોધતા જ રહેતા અને કોઈને કંઈ બીમારી જણાય કે મદદ પહોંચી જતા. મલાયા પહોંચી ડૉ. આયંગર પાસે જતાં તેમણે ડૉ. હેરોલ્ડ પાર્સન્સ પર સેરમબન ગામનો પત્ર આપ્યો. કુપુસ્વામી ત્યાં પહોંચ્યા. કોઈ ઓળખાણ ન હતી તેથી ભૂખ્યા ભૂખ્યા એક મંદિરે ગયા. પૂજારીએ કમને થોડા ભાત દહીં આપ્યાં. ૧૫ દહાડામાં આ તેમનો પહેલો જમવાનો વારો આવ્યો !Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82