________________
૪૨
બ્રહ્મ. સ્વામી શિવાનંદ સરસ્વતી-હૃષીકેશ
‘ગીતા, કુરાન અને બાઇબલ દિવ્ય જીવન સંઘનાં જ શાસ્રો છે.’’
એક માણસે મોહ કાઢવા ખૂબ પ્રયત્ન કરી, ન ફાવતાં લાંબો પત્ર લખ્યો. સ્વામીજીએ વળતો જ જવાબ આપ્યોઃ
‘‘નાનપણના કુસંસ્કારોના કારણે કામનાવૃત્તિ થતી હતી. તમે લખ્યો તે પત્ર લખવાની હિંમત સાથે જ આ વૃત્તિ નાબૂદ થઈ ગઈ છે. પવિત્રતાની પ્રભા હવે તમારામાં પ્રકાશે છે. તેનું ધ્યાન ધરો, ભૂતકાળ ભૂલો, પવિત્રતા તરફ દઢ પગલે પ્રયાણ કરો, કામનાવૃત્તિ કૂતરા જેવી છે. દૂર ભાગવા પ્રયત્ન કરશો તેટલી તે પાછળ પડશે. તેની અવગણના કરો. તેની તમને પડી નથી તેવું લાગતાં જ ભાગશે. તમારા કામમાં જ ધ્યાન આપો. સાધનામાં દિલ જોડો. કામવૃત્તિનો નાશ થશે તેમાં શંકા નથી.''
તેમણે વારંવાર ભાર દઈને કહ્યું છે કે જગત પરના જીવનનો મકસદ છે આત્મદર્શન, નહીં કે સ્વાર્થપરાયણતા.
સ્વામીજીએ ચમત્કારિક અસરો અનેક પર કરી છે. દરેકમાં જે સારું હોય તેને પ્રોત્સાહિત કરવાની તેમની રીત હતી. બૂરાઈના અંચળા નીચેથી ભલાઈને તે દરેકમાંથી બહાર ખેંચી લાવતા. તે નબળાઈઓને નગણ્ય કરતા. સદ્ગુણોનું બહુમાન કરતા. સાધકોના રસ્તા પરથી નીચા નમી કંટકો, કાચના ટુકડાઓ દૂર કરી ગુલાબ પાથરતા અને મંદ મંદ પ્રેમનો પવન વહાવતા.