Book Title: Shivanand Saraswati Santvani 27
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 54
________________ શિવાનંદજીની પ્રતિભા પ્રભાવિત થયા કે જીવનભરના શિષ્ય બન્યા. એક ફ્રેન્ચ સાધુ આવીને કીધા વગર બદરીનાથ જતા રહ્યા. પાછા આવ્યા કે તરત શિવાનંદજીએ પૂછ્યું: ‘‘કેમ ‘ફ્રેન્ચલીવ’ પરથી પાછા આવી ગયા ?'' સ્વામીજીની વિનોદભરી ટીકા સાંભળી તેઓએ તેમની ભૂલ કબૂલી. એક અમલદારે સ્વામીજીને પૂછ્યું: ‘‘બઢતી માટેની બધી જ શરતોમાં હું ઉત્તીર્ણ થાઉં છું છતાં બધાને મળે છે. હું રહી જાઉં છું. હવે તો દિવ્ય ધક્કો મારો તો ઉપર ચઢું !'' સ્વામીજીએ વિનોદસભર ભાષામાં કહ્યું: ‘‘સાંસારિક બાબતોમાં સાંસારિક ધક્કો જોઈએ. દિવ્ય જીવનમાં આગળ વધવા હું દિવ્ય ધક્કો મારું !'' સૌ હસી પડ્યા પેલા ઑફિસર સમજી ગયા. ૪૫ એક વખત ચાનાં કપરકાબી પડીને ફૂટી ગયાં. તરત જ સ્વામીજીએ જગતની ઉત્પત્તિની ભાષામાં કહ્યું: ‘‘શરૂઆતમાં એક હતું, એણે અનેક રૂપ ધર્યાં !'' વિનોદમાં પણ વેદાન્ત સમજાવવાની સ્વામીજીની રીત અનોખી હતી. જ્ઞાન અને શિવાનંદજીનું પ્રભાવી વ્યક્તિત્વ પૂર્વનાં અંતર્મુખીપણાનું તેમ જ પશ્ચિમનાં શક્તિ અને તત્ત્વજ્ઞાનનું સુમેળ સાધક બની રહેલ. ૧૨. શિવાનંદજીની પ્રતિભા શિવાનંદજીને બિનજરૂરી. આચારવિધિઓની જરૂરત જણાતી. તેમને ગમે તે ગમે ત્યારે મળી શકતું. શિવાનંદજીને સ્ત્રીઓમાં માતાજીના દર્શન થતાં. તેમને મન બન્ને

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82