Book Title: Shivanand Saraswati Santvani 27
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 70
________________ જપ કરવાના નિયમો ૬૧ શકાય. પરંતુ સંધ્યા સમય, સવાર, બપોર, સાંજ અને રાત્રે સૂતી વખતનો સમય વધારે યોગ્ય ગણાય. જપની સાથે પ્રાણાયમ પણ કરતા જાઓ. જેનો જપ કરતા હો તે ઇષ્ટદેવની મૂર્તિનું ધ્યાન પણ ધરો. બને તો એનું ચિત્ર તમારી સામે રાખો. ૧૦. મંત્રનો જપ કરતી વખતે એના અર્થનો ખ્યાલ રાખવો ફાયદાકારક છે. ૧૧. મંત્રનો ઉચ્ચાર બરાબર શુદ્ધ થવો જોઈએ. ૧૨. મંત્ર-જપ બહુ ઉતાવળે કે બહુ ધીમેથી ન કરો. જો મન બહાર જવા માંડે તો જપની ગતિ વધારો. ૧૩. જપ કરતી વખતે મૌન પાળો. બીજાં બધાં આકર્ષણો અને વાતચીત બંધ કરો. ૧૪. પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ બેસવું. બને તો પદ્માસન કે સિદ્ધાસનમાં બેસવું, એ શચ ન હોય તો પછી સુખાસનમાં બેસવું. બને તો જપ અને ધ્યાન માટે જુદો જ રૂમ રાખો, અથવા તો નદીકિનારે કે કોઈ મંદિરમાં કે વડ કે પીપળાના ઝાડ નીચે બેસવું. ૧૫. પ્રભુ પાસે ભૌતિક ચીજોની માગણી કદી ન કરશો. . ૧૬. જપ કરતી વખતે એવો ભાવ રાખો કે તમારું હૃદય પવિત્ર થતું જાય છે અને ગુરુકૃપા અને એ મંત્રશક્તિથી તમારું મન સ્થિર થતું જાય છે. ૧૭. તમારો ગુરુમંત્ર હંમેશ ગુપ્ત રાખો. એ કદી કોઈને કહેશો નહીં. ૧૮. તમારા જપનો સમય અને સ્થાન નિયમિત કરેલાં હોવાં ૯.

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82