Book Title: Shivanand Saraswati Santvani 27 Author(s): Shivanand Adhvaryu Publisher: Navjivan Prakashan Mandir AhmedabadPage 74
________________ ધ્યાન સંબંધી વીસ નિયમો હઠપૂર્વક, દૂર કરવાનો પ્રયત્ન કરશો નહીં. એનાથી તમારી શક્તિ ઓછી થશે. તમારા મગજ પર નાહકનું વજન પડશે. તમે થાકી જશો. જેમ જેમ તમે નઠારા વિચારોને દૂર કરવાનો પ્રયત્ન કરશો તેમ તેમ તે વધારે બળપૂર્વક તમારા મનમાં આવવાનો પ્રયત્ન કરશે. તે વધારે બળવાન થઈને તમને માત કરશે. માટે તેના પ્રત્યે ઉદાસીનવૃત્તિ રાખી શાંત રહો. તે તુરત જ પોતાની જાતે ચાલ્યા જશે. ઉત્તમ પ્રતિપક્ષી ભાવનાને ઉપયોગમાં લો. ઉત્તમ વિચારોને મનમાં આવવા દો. ભગવાનની છબીનું તથા મંત્રનું વારંવાર એકચિત્ત થઈ ધ્યાન કરો અથવા પ્રાર્થના કરો. ૧૫. ધ્યાન કર્યા સિવાય તમારો એક પણ દિવસ જવો જોઈએ નહીં. હંમેશાં નિયમપૂર્વક તેનો અભ્યાસ કરવો જોઈએ. સાત્વિક ભોજન કરવું. ફળાહારથી તમારી માનસિક સ્મરણશક્તિ વધશે. માંસાહાર, ધૂમ્રપાન તથા મદ્યપાન ત્યજી દો. ૧૬. આળસ ઉડાડવા માટે મોઢા પર ઠંડું પાણી છાંટો. પંદર મિનિટ સુધી ઊભા રહો. ઝડપથી આમતેમ ફરો. હલકો કુંભક અથવા શીર્ષાસન, મયૂરાસન વગેરે કરો. રાત્રે ફક્ત ફળ અને દૂધ જ લો. આ નિયમોથી આળસ અને બેચેની દૂર થઈ જશે. ૧૭. મિત્રોની પસંદગીમાં હંમેશાં સાવધાની રાખો. સિનેમા જોવાની ટેવ ખરાબ છે, તે છોડી દો. ઓછું બોલો. હંમેશાં બે કલાક મૌન પાળો. અયોગ્ય માણસો સાથે સંબંધ નPage Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82