Book Title: Shivanand Saraswati Santvani 27
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 76
________________ વિદ્યાર્થીઓને વીસ સૂચનો બનાવશે. નિયમિત શીર્ષાસન કરવાથી તમારી બુદ્ધિશક્તિ તીવ્ર બનશે. આથી તમારું સ્વાથ્ય પણ સુંદર થશે. તમને જે પ્રિય હોય તે ઈશ્વરના નામનો જપ કરો. ઓછામાં ઓછા ૧૦૮ વાર એ નામનો જપ કરો. પછી તમારો અભ્યાસ શરૂ કરો. ૪. આહાર તમારા ખોરાક પર તમારા સ્વાસ્યનો આધાર છે. સ્વાધ્ય સારું હોય તો જ યુવાન અભ્યાસમાં અને જીવનમાં ઝળકી શકે. સાદો ખોરાક લેવો. મરચાં અને મસાલાનો ત્યાગ કરો. સ્વાદેન્દ્રિય પર નિયંત્રણ કરવું એ અભ્યાસમાં ધારણા માટે આવશ્યક છે. અઠવાડિયામાં એક વાર મીઠું કે ખાંડ છોડી દો. ચા-કૉફી છોડવાનો પ્રયત્ન કરો. તેને બદલે સાદું દૂધ લો. ૫. અભ્યાસખંડ શક્ય હોય તો તમારા અભ્યાસ અને પ્રાર્થના માટે જુદો જ ખંડ રાખો. આથી તમારી ધારણાશકિત વધશે. જુદો ખંડ ના બને તો કોઈ ઓરડાના ખૂણામાં પડદો નાખી વ્યવસ્થા કરો. ૬. દાન ઉદારતા, સરળતા વગેરે ગુણો કેળવો. તમારી પાસે જે હોય તેમાંથી થોડું પણ જેને જરૂર હોય તેને આપો. ૭. ધાર્મિક વાચન - હંમેશાં થોડું ધાર્મિક વાચન નિયમિત રાખો. ૮. કંઠસ્થ કરો જ્યારે તમે આરામમાં હો અથવા મંદિરમાં જાઓ ત્યારે

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82