Book Title: Shivanand Saraswati Santvani 27
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 80
________________ ૨૦. આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિની પારાશીશી તમે આધ્યાત્મિક ક્ષેત્રે કેટલી પ્રગતિ કરી તેની અચૂક પારાશીશી આ રહી: નીચેના પ્રસંગોએ તમારા મગજની સમતુલના કેવી રહે ? ૧. તમારા સ્વચ્છ હાથ ઉપર અથવા ઇસ્રીબંધ કપડાં ઉપર ડાઘ પડે. ૨. તમે ગડથોલિયું ખાઈને પડી જાઓ ત્યારે અથવા તમે કોઈ ભયંકર ભૂલ કરો ત્યારે આજુબાજુ ઊભા રહેલા તમારી હાંસી કરે. ૩. તમને અકસ્માતથી ઈજા થાય અથવા વીંછી કે એવું કોઈ જીવજંતુ ડંખ મારે. ૪. બીમારી અથવા દરદ તમારા ઉપર હુમલો કરે. ૫. તમારા પ્રયત્નોમાં તમોને સફળતા ન મળે. ૬. તમને જોઈતી વસ્તુ ન મળે અથવા તમારી માલિકીની કોઈ વસ્તુ ગુમ થઈ જાય. ૭. કોઈ બીજો મનુષ્ય તમને લાંબા સમય સુધી રાહ જોવરાવી રાખે. ૮. કોઈ કારણ વગર તમારું અપમાન થાય અથવા તમને ગાળો દેવામાં આવે. ૯. તમારા પ્રત્યેની ફરજ બીજાઓ ચૂકી જાય. ૧૦. તમને નુકસાન જાય અથવા સ્વજનનો વિયોગ થાય. ઉપરના કોઈ પણ પ્રસંગે તમારા મનની શાંતિમાં ખલેલ ન પડે અને આવા પ્રસંગે પણ જો તમે નિર્લેપ રહી શકો તો તમે ૭૧

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82