Book Title: Shivanand Saraswati Santvani 27
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 77
________________ ૬૮ બ્રહ્મ. સ્વામી શિવાનંદ સરસ્વતી-હૃષીકેશ બોલવા માટે થોડી પ્રાર્થના કંઠસ્થ કરો. આ તમારા મનને ઉન્નત બનાવશે. ૯, અહિંસા કોઈને કદી ઈજા પહોંચાડશો નહીં. કોઈને માટે હલકો વિચાર કરશો નહીં. વિશ્વપ્રેમ અને સહનશીલતા કેળવી ક્રોધનું શમન કરો. ૧૦. સત્ય હરહંમેશ સત્ય જ બોલો. આથી લોકો તમને માનની દષ્ટિએ જોશે. સત્ય જ પરમેશ્વર છે. થોડું બોલો પણ મધુર બોલો. ૧૧. બ્રહ્મચર્ય વીર્યશક્તિનું રક્ષણ કરે. એ જ તમારા વ્યક્તિત્વની પાછળ રહેલ શક્તિ છે. ઉત્તેજિત કરે એવાં પુસ્તકોનું વાચન ન કરો. સ્ત્રીઓને માતા અને બહેન સમાન જુઓ. ૧૨. તજી દો ખરાબ સંગત, સામિષ ખોરાક, પત્તાં ખેલવાનું, સિનેમા જોવાનું વગેરે તમામ પોતાના ભલા માટે છોડી દો. ૧૩. ઉપવાસ આપણી હોજરી યંત્ર જેવી છે. એને આરામ પણ આપવો જોઈએ. અઠવાડિયામાં એક વાર સાંજે દૂધ અને ફળ લો. મહિનામાં એક વાર તદ્દન ઉપવાસ કરો. ૧૪. મૌન દરરોજ એક કલાક મૌન પાળો. ગમે તેવા સંજોગો થાય તો પણ એ સમય મોઢું બંધ રાખો. આથી તમારી નિશ્ચયશક્તિ દઢ થશે. નકામી ગપસપમાં ભાગ ન લો. વ્યર્થ વાદવિવાદથી દૂર રહે. •

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82