Book Title: Shivanand Saraswati Santvani 27 Author(s): Shivanand Adhvaryu Publisher: Navjivan Prakashan Mandir AhmedabadPage 72
________________ ધ્યાન સંબંધી વીસ નિયમો ૬૩ . રામાયણ વગેરે રાખો. ઈષ્ટદેવતાની છબી સામે તમારું આસન રાખો. ૫. પદ્માસન, સિદ્ધાસન, સુખાસન કે સ્વસ્તિકાસનમાં બેસો. મસ્તક, ડોક તથા ધડ ટટ્ટાર રાખો. આમતેમ આગળ પાછળ ઝૂકો નહીં. ૬. આંખો બંધ કરી દો. સુગમતાપૂર્વક ત્રિકુટી પર, બે ભૃકુટીઓ વચ્ચેના ભાગ પર એકાગ્રતા સાધો. ૭. મન સાથે ખેચતાણ કરો નહીં. ધ્યાન કરતી વખતે કોઈ પણ તીવ્ર ઉગ્ર પ્રવૃત્તિ કરવી નહીં. પીઠ અને નાડીઓને ઢીલી કરવી. મસ્તિષ્કને પોચું રાખવું. અર્થપૂર્વક ધીરે ધીરે ગુરુમંત્રનું ઉચ્ચારણ કરતા જાઓ. મનને શાંત કરી દો. વિચારોને રોકો. ૮. મનને દબાવવા માટે પ્રબળ પ્રયત્ન કરવો નહીં. જો મન આમતેમ દોડાદોડ કરે તો થોડો સમય તેને તેમ કરવા દો, કે જેથી તેનો પ્રયત્ન પૂરો થઈ જાય. મન અવસરનો લાભ ઉઠાવીને વાંદરાની માફક આમતેમ કૂદકા ભરશે, પછી ધીરે ધીરે શાંત થઈ જઈને તમારી આજ્ઞાની રાહ જોશે. મનને વશ કરવામાં જરૂર થોડો સમય જશે જ પરંતુ જેમ જેમ તમે પ્રયત્ન કરતા જશો તેમ તેમ તે તમારે વશ થતું જશે. સગુણ અને નિર્ગુણ ધ્યાન ભગવાનનું નામ તથા તેની મૂર્તિનું ધ્યાન કરવું તે સગુણ ધ્યાન છે. આ સાકાર ધ્યાન છે. તમારી રુચિ પ્રમાણે ભગવાનની કોઈ પણ મૂર્તિનું ધ્યાન કરો, તેના નામનું મનમાં ઉચ્ચારણ કરો. આ સગુણ ધ્યાન છે. ઝનો માનસિક જપ કરો અને અનન્તતા,Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82