Book Title: Shivanand Saraswati Santvani 27 Author(s): Shivanand Adhvaryu Publisher: Navjivan Prakashan Mandir AhmedabadPage 71
________________ બ્રહા. સ્વામી શિવાનંદ સરસ્વતી-હૃષીકેશ જોઈએ. એક જ જગ્યાએ અને એ જ સમયે જપ કરવા જોઈએ. ૧૯. જપનો નિયમિત હિસાબ અથવા નોંધ રાખો. ૨૦. બધોયે સમય માનસિક જપ તો ચાલુ જ રાખવાનો પ્રયત્ન કરો. ગમે તે કામ કરતાં, હરતાંફરતાં માનસિક જપ ચાલુ રાખો. ૧૭. ધ્યાન સંબંધી વીસ નિયમો ૧. ધ્યાન માટે તાળાકૂંચીવાળો એક અલગ ઓરડો જોઈએ. કોઈને પણ તેમાં પ્રવેશવાની આજ્ઞા ન હોય. એમાં ધૂપ કરવો જોઈએ. પગ ધોઈ તેમાં પ્રવેશ કરવો જોઈએ. ૨. કોઈ શાંત સ્થાન અગર ઓરડામાં બેસો, જ્યાં કોઈ પણ પ્રકારનું વિજ્ઞ કે અડચણ હોય નહીં. જેથી તમારા મનને શાંતિ અને આરામ મળી શકે. હરેક જગ્યાએ એવું યોગ્ય સ્થાન પ્રાપ્ત થઈ ન શકે તે સંભવિત છે. તે સમયે જે કોઈ સ્થાન મળે તેને યોગ્ય રીતે ઉપયોગમાં લો. માત્ર તમે એકલા રહીને જ ભગવાન અગર બ્રહ્મ સાથે સંપર્ક સ્થાપિત કરો. ૩. પ્રાત:કાળ બ્રાહ્મમુહૂર્તમાં ચાર વાગ્યે ઊઠો. ચારથી છ વાગતાં સુધી ધ્યાન ધરો. રાત્રે ફરીથી સાતથી આઠ વાગ્યા સુધી ધ્યાન કરવું જોઈએ. . ૪. ઓરડામાં ઈષ્ટદેવતાનું ચિત્ર તથા કેટલાક ધાર્મિક ગ્રંથો જેવા કે ઉપનિષદ, યોગવાસિષ્ઠ, ગીતા, ભાગવત,Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82