Book Title: Shivanand Saraswati Santvani 27
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 69
________________ ૬૦ બ્રહ્મ. સ્વામી શિવાનંદ સરસ્વતીનપીકેશ સમય, પ્રમાણ વગેરેથી નોંધ એક નોટબુકમાં હંમેશાં લખતા રહો. અને એ નોંધની દર માસે સમાલોચના કરી પોતાની ત્રુટિઓને સુધારતા રહો. ૧૬. જપ કરવાના નિયમો ૫. ૧. ગમે તે એક મંત્ર (બનતા સુધી ગુરુએ આપેલ) અથવા પ્રભુના ગમે તે એક નામની દરરોજ ૧થી ૨૦૦ માળા કરો. રુદ્રાક્ષ અથવા તુલસીની માળાનો ઉપયોગ કરો. ૩. માળા ફેરવવા માટે જમણા હાથની વચલી આંગળી અને અંગૂઠાનો ઉપયોગ કરો. માળા નાભિની નીચે લટકાવી ન જોઈએ. માવાવાળો હાથ (જમણા) હૃદય પાસે અથવા તો નાક પાસે રાખો. માળા ઢાંકેલી રાખવી જોઈએ કે જેથી તે તમને કે બીજાને પણ દેખાય નહીં. ગોમુખી અથવા તો સ્વચ્છ વસ્ત્રનો ઉપયોગ કરો. માળાના મણકા ફેરવતી વખતે મેરુ આવે ત્યારે પાછા ફરવું જોઈએ. એના ઉપરથી આગળ ન જવાય. બનતાં સુધી માનસિક જપ કરો. જો મન ભટકવા માંડે તો થોડી વાર મોટેથી જપ કરો અને ફરીથી માનસિક જપ પર આવી જાઓ. ૮. સવારમાં જપ કરવા બેસતાં સ્નાન કરી લેવું. એ શક્ય ન હોય તો હાથપગ, મોઢું સાફ કરી લેવું. સાંજના જપ માટે સ્નાન આવશ્યક નથી. દિવસના ગમે તે સમયે જપ કરી

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82