Book Title: Shivanand Saraswati Santvani 27 Author(s): Shivanand Adhvaryu Publisher: Navjivan Prakashan Mandir AhmedabadPage 68
________________ સાધના તત્ત્વ યા સપ્ત સાધન વિઘા ૫૯ ૨૬. એકાંત સેવન : ફુરસદના દિવસે તેમ જ રજાના દિવસમાં કોઈ પવિત્ર પુણ્યસ્થાને જઈ એકાંત સેવન કરો અને બધો સમય સાધના અને સ્વાધ્યાયમાં વિતાવો. પોતાના ગુરુ અથવા કોઈ સંતમહાત્માના સત્સંગમાં રહી સાધના કરો. ૭. આધ્યાત્મિક સાધના ૨૭. બ્રાહ્મમુહૂર્ત : રાતે વહેલા સૂઈ સવારે ચાર વાગ્યે ઊઠો. શૌચ, દાતણ, સ્નાન વગેરેથી અડધા કલાકમાં પરવારી જાઓ. ૨૮. ધ્યાન : જપ-સ્તુતિ પ્રાર્થનાઃ પદ્માસન, સિદ્ધાસન અથવા સુખાસનમાં બેસીને સવારના ૪-૩૦થી ૬-૦૦ વાગ્યા સુધી પ્રાણાયામ, ધ્યાન, જપ, સ્તોત્ર, પ્રાર્થના અને કીર્તન કરો. એક જ આસનમાં બધો સમય બેસી રહેવા ધીરે ધીરે અભ્યાસ કરો. ૨૯. પૂજા : તમારી દૈનિક સંધ્યા, ગાયત્રી જપ, નિત્ય કર્મ અને પૂજા કરો. ૩૦. મંત્રલેખન : પોતાના ઈષ્ટમંત્ર અથવા ઈશ્વરનું નામ ૧૦થી ૩૦ મિનિટ સુધી એક નોટબુકમાં લખો. ૩૧. સંકીર્તન : રાત્રે સ્વજનો, મિત્રો વગેરે સાથે બેસીને અડધાથી એક કલાક સુધી નામ-સંકીર્તન, સ્તોત્ર, પ્રાર્થના, ભજન ઈત્યાદિનું ગાન કરો. ' ૩૨. દિનચર્યા નોંધ : ઉપર જણાવેલી કોઈ સાધના કરવાનો નિશ્ચય અથવા સંકલ્પ કરો. પ્રત્યેક વર્ષ નવો સંકલ્પ કરીને સાધના વધારતા જાઓ. નિયમિતતા, દઢતા અને તત્પરતાથી આ બધાંનું પાલન કરવું જરૂરી છે. સાધનાનોPage Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82