Book Title: Shivanand Saraswati Santvani 27
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 67
________________ ૫૮ બ્રહ્મ. સ્વામી શિવાનંદ સરસ્વતી-હૃષીકેશ ૨૦. નામસ્મરણ : હંમેશાં ઈશ્વર -નામસ્મરણ કર્યા કરો અથવા ઓછામાં ઓછા પ્રાત:કાળે ઊઠીને વ્યાવહારિક કાયોમાંથી નવરાશ મળતાં અને સૂતાં પહેલાં ઈશ્વરના નામનું સ્મરણ કરો. એક જપમાળા પોતાના ખીસામાં અથવા તકિયાની નીચે હંમેશાં રાખો અને જ્યારે સમય મળે ત્યારે નામજપ • કરતા રહો. ૬. માનસિક સાધના ૨૧. ગીતા અધ્યયન : ગીતાના એક અધ્યાયનું અથવા ૧થી ૧૫ શ્લોકોનું અર્થ સહિત દરરોજ અધ્યયન કરો. ગીતાને સમજવા જેટલું સંસ્કૃતનું જ્ઞાન અવશ્ય મેળવો. ૨૨. ગીતાનો મુખપાઠ : ગીતાનો નાનો ગુટકો ગજવામાં રાખો. ક્રમે ક્રમે આગળ વધી આખી ગીતા કંઠસ્થ કરો. ૨૩. સ્વાધ્યાય : રામાયણ, ભાગવત, ઉપનિષદ, યોગવાસિષ્ઠ અથવા અન્ય દર્શનશાસ્ત્ર યા ધર્મગ્રંથોના અમુક ભાગનું દરરોજ અથવા રજાના દિવસોમાં જરૂર અધ્યયન કરો. ૨૪. સત્સંગ કથા-કીર્તન, સત્સંગ અથવા ધાર્મિક વ્યાખ્યાનો તથા સભા વગેરેમાં દરેક અવસર પર હાજર રહી એનો લાભ ઉઠાવો. રવિવાર કે રજાના દિવસોમાં આવા સંમેલનની વ્યવસ્થા કરો. ૨૫. મંદિરગમન : કોઈ પણ દેવમંદિરમાં અથવા પૂજાસ્થાનમાં દર અઠવાડિયે ઓછામાં ઓછો એક દિવસ જઈને જપકીર્તન આદિનું અનુષ્ઠાન કરો અને બીજા સજજનોને આવા પવિત્ર સ્થાનમાં સામેલ કરીને કીર્તન, ભજન, વ્યાખ્યાન આદિનો પ્રબંધ કરો.

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82