________________
૫૮ બ્રહ્મ. સ્વામી શિવાનંદ સરસ્વતી-હૃષીકેશ ૨૦. નામસ્મરણ : હંમેશાં ઈશ્વર -નામસ્મરણ કર્યા કરો અથવા
ઓછામાં ઓછા પ્રાત:કાળે ઊઠીને વ્યાવહારિક કાયોમાંથી નવરાશ મળતાં અને સૂતાં પહેલાં ઈશ્વરના નામનું સ્મરણ કરો. એક જપમાળા પોતાના ખીસામાં અથવા તકિયાની
નીચે હંમેશાં રાખો અને જ્યારે સમય મળે ત્યારે નામજપ • કરતા રહો.
૬. માનસિક સાધના ૨૧. ગીતા અધ્યયન : ગીતાના એક અધ્યાયનું અથવા ૧થી
૧૫ શ્લોકોનું અર્થ સહિત દરરોજ અધ્યયન કરો. ગીતાને
સમજવા જેટલું સંસ્કૃતનું જ્ઞાન અવશ્ય મેળવો. ૨૨. ગીતાનો મુખપાઠ : ગીતાનો નાનો ગુટકો ગજવામાં રાખો.
ક્રમે ક્રમે આગળ વધી આખી ગીતા કંઠસ્થ કરો. ૨૩. સ્વાધ્યાય : રામાયણ, ભાગવત, ઉપનિષદ, યોગવાસિષ્ઠ
અથવા અન્ય દર્શનશાસ્ત્ર યા ધર્મગ્રંથોના અમુક ભાગનું
દરરોજ અથવા રજાના દિવસોમાં જરૂર અધ્યયન કરો. ૨૪. સત્સંગ કથા-કીર્તન, સત્સંગ અથવા ધાર્મિક વ્યાખ્યાનો
તથા સભા વગેરેમાં દરેક અવસર પર હાજર રહી એનો લાભ ઉઠાવો. રવિવાર કે રજાના દિવસોમાં આવા
સંમેલનની વ્યવસ્થા કરો. ૨૫. મંદિરગમન : કોઈ પણ દેવમંદિરમાં અથવા પૂજાસ્થાનમાં
દર અઠવાડિયે ઓછામાં ઓછો એક દિવસ જઈને જપકીર્તન આદિનું અનુષ્ઠાન કરો અને બીજા સજજનોને આવા પવિત્ર સ્થાનમાં સામેલ કરીને કીર્તન, ભજન, વ્યાખ્યાન આદિનો પ્રબંધ કરો.