________________
પ૭
સાધના તત્ત્વ યા સપ્ત સાધન વિદ્યા અને રોગીને મદદ કરો. મિત્રો અને સ્વજનોમાં ધર્મપ્રસારનું કાર્ય કરો. અને એવી બીજી સામાજિક સેવા હાથ ધરો. આવાં શુભ કાર્યમાં અભિમાન છોડો અને બદલાની આશા ન રાખો. તમારા પોતાનાં સાંસારિક કાર્યો પણ આ ભાવનાથી કરો. સ્વધર્મ અને કર્તવ્યકર્મનું ઈશ્વરાર્પણ બુદ્ધિથી પાલન કરે. એ પણ એક પ્રકારની
પ્રભુપૂજા છે. ૧૬. દાન : તમારી કમાણીનો દશમો ભાગ અથવા ઓછામાં
ઓછા રૂપિયે બે પૈસા દર મહિને દાન માટે અલગ કાઢો. કોઈ પણ સારી વસ્તુનો મિત્રો, સગાંસંબંધીઓ અને નોકરવર્ગમાં વહેચીને ઉપયોગ કરો, સંસારના સકળ જીવોને તમારા કુટુંબી ગણો – વસુધૈવ કુટુમ્બકમ. સ્વાર્થવૃત્તિ
છોડી દો. ૧૭. નમ્રતા : નમ્ર બનો. પ્રાણીમાત્રને માનસિક નમસ્કાર કરો.
સૌમાં ઈશ્વરના અસ્તિત્વનો અનુભવ કરો. મિથ્યાભિમાન,
દંભ તેમ જ ઘમંડનો ત્યાગ કરો. ૧૮. શ્રદ્ધાઃ ગીતા, ગુરુ અને ગોવિંદમાં દઢ શ્રદ્ધા રાખો. ઈશ્વરને
આત્મસમર્પણ કરીને હંમેશાં માગો કે હે ઈશ્વર ! આ બધું તારું જ છે. હું પણ તારો જ છું. જેવી તારી ઇચ્છા તેવું જ બનો. એથી વધુ હું કશું માગતો નથી. સર્વ સંજોગો અને
પ્રસંગોમાં ઈશ્વર - ઈચ્છાને મુખ્ય સમજી તેને આધીન રહો. ૧૯. સર્વાત્મભાવઃ બધા જીવોમાં, ઈશ્વરનું દર્શન કરો. સૌમાં
આપણા આત્માના જેવો પ્રેમભાવ રાખો. કોઈ પ્રત્યે દ્વેષ ન કરો.