________________
બ્રહ્મ, સ્વામી શિવાનંદ સરસ્વતી-હૃષીકેશ
૯. સરળતા : બધા સાથે કાટરહિત ખુલ્લા દિલથી સરળ વર્તાવ અને વાતચીત કરો.
૫૬
૧૦. પ્રામાણિકતા - પ્રામાણિક બનો. તમારી જાતમહેનતથી કમાણી કરો. અન્યાય કે અધર્મથી મળતું ધન, વસ્તુ કે મહેરબાનીનો તમે અસ્વીકાર કરો. સજ્જન બનો, ચારિત્ર્યનો વિકાસ કરો.
૧૧. ક્ષમા : તમને ક્રોધ આવે ત્યારે ક્ષમા, ધૈર્ય, શાંતિ, દયા, પ્રેમ, અને સહિષ્ણુતા વડે તેને દાબી દો. બીજાની કસૂર ભૂલી જાઓ અને એમને ક્ષમા કરો. લોકોના સ્વભાવ અને સંજોગોને અનુસરીને વર્તાવ કરો.
૪. ઇચ્છારાક્તિસાધના
૧૨. સંયમ : દર વર્ષે એક અઠવાડિયું અથવા એક મહિનો ખાંડ, સાકર અને દર રવિવારે નિમકનો ત્યાગ કરો. ૧૩. કુસંગત્યાગ : ગંજીફો, સિનેમા, કલબ અને અશિષ્ટ સાહિત્યનો સર્વથા યથાશક્ય ત્યાગ કરો. દુર્જનોથી દૂર ભાગો. ઉચ્છંખલ, જડવાદી દુર્જન જોડે વાદવિવાદ ન કરો. પ્રભુમાં જેને શ્રદ્ધા ન હોય અથવા તમારા સન્માર્ગની નિદા કરતા હોય એવા જોડે હળવામળવાનું બંધ કરો.
૧૪. સાદું જીવન : તમારી જરૂરિયાત ઓછી કરો. તમારી સાંસારિક સંપત્તિ તેમ જ વસ્તુઓ ધીમે ધીમે ઘટાડતા જાઓ. સાદું જીવન અને ઉચ્ચ વિચારને વળગી રહો. ૫. હૃદયસાધના
૧૫. પરોપકાર : પારકાનું ભલું કરવું એ જ પરમ ધર્મ છે. અઠવાડિયે થોડા કલાક નિષ્કામ સેવામાં ગાળો. ગરીબ