Book Title: Shivanand Saraswati Santvani 27
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 59
________________ ૫૦ બ્રહ્મ. સ્વામી શિવાનંદ સરસ્વતી-હૃષીકેશ દયાન ૩. પ્રાત:કાળમાં જપ, ભજન કે ધ્યાન માટે આસન પર બેસતાં જ જે સ્તોત્ર વગેરે કંઠસ્થ હોય તેની શરૂઆત કરો. મંત્રજપ ૪. $ “પ્રણવ' (એકાક્ષર) ૐ નમો ભગવતે વાસુદેવાય (દ્વાદશાક્ષર), ૐ નમો નારાયણાય (અષ્ટાક્ષર), ૐ નમઃ શિવાય (પંચાક્ષર), શ્રીરામ જય રામ, જય જય રામ, હરિ ૩૦, બ્રહ્મગાયત્રી, નવકારમંત્ર અથવા પોતાની રુચિ અનુસાર કોઈ પણ ઈષ્ટ મંત્રનો જાપ નિયમપૂર્વક કરો. * આહાર ૫. આહારશુદ્ધિથી જ સત્ત્વશુદ્ધિ થાય છે. હંમેશાં શુદ્ધ અને સાત્વિક યુક્તાહાર કરો. મરચું, આમલી, રાઈ, તેલ, લસણ, ડુંગળી અને હિંગ વગેરેનું સેવન ઘટાડતા જઈ બિલકુલ કરશે નહીં. મિતાહારી બનો. પેટ ભરીને જમો નહીં. જે વસ્તુ તમને ખૂબ જ પ્રિય હોય તેને વર્ષમાં પંદર દિવસ ત્યાગ કરો. ભોજન સાદું, સ્નિગ્ધ અને સરસ હોવું જોઈએ. તે પ્રાણ ટકાવવા માટે હોય છે. જીભના સંયમ માટે વર્ષમાં એક મહિનો ખાંડ, ચા, અને મીઠું બંધ કરો. દાળશાક માટે તથા ચાદૂધ માટે બીજી વાર ઉપરથી મીઠું કે ખાંડ માંગો નહીં. પૂજાઘર ૬. જપ, પૂજા અને ધ્યાન માટેના ઓરડાને હંમેશાં તાળાકૂંચીમાં સુરક્ષિત રાખો.

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82