Book Title: Shivanand Saraswati Santvani 27
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 60
________________ ૫૧ વીસ આધ્યાત્મિક નિયમો સ્વાધ્યાય ૭. આ પૂજાના ઓરડામાં વેદ, ઉપનિષદ, પુરાણ, બ્રહ્મસૂત્ર, શ્રીમદ્ ભગવદ્ગીતા, યોગવાસિષ્ઠ, રામાયણ, શ્રીમ ભાગવત, આદિત્ય હૃદય, કુરાન, બાઈબલ વગેરે ધર્મગ્રંથોનું તથા સ્તોત્રોનું અધ્યયન નિત્ય નિયમપૂર્વક કરો. બ્રહ્મચર્ય ૮. વીર્યરક્ષા એ જ બ્રહ્મચર્ય છે. એ ઈશ્વરની વિભૂતિ છે. વીર્ય એ જીવનદાયી શક્તિ છે. પરમ ધન છે. વીર્ય પ્રાણ છે. વીર્ય ધારણ કરવું તે જીવન અને વીર્યબિંદુનું પતન એ મરણ છે. मरणं बिन्दुपातेन, जीवनं बिन्दुधारणम् સત્યસંગ ૯. સત્સંગતિ જ પરમ ગતિ છે. ખરાબ સોબતથી બચો. ધૂમ્રપાન, સુરાપાન તથા માંસાહારનો ત્યાગ કરો. મૈન ૧૦. હંમેશાં દિવસમાં બે કલાક અગર તો અઠવાડિયામાં એક દિવસ મૌનપાલન નિયમપૂર્વક કરો. ઉપવાસ ૧૧. પર્વના દિવસોમાં વ્રત પાલન કરો. એકાદશીને દિવસે નિરાહાર, દુષ્પાહાર, ફલાહાર, સાત્વિક યુક્તાહાર અથવા એકાહાર કરો. દાન ૧૨. પોતાની સંપત્તિ પ્રમાણે પોતાની આવકનો અમુક ભાગ

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82