Book Title: Shivanand Saraswati Santvani 27
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 62
________________ સાધના તત્ત્વ યા સપ્ત સાધન વિદ્યા પ૩ મૃત્યુનું સ્મરણ ૧૮. ચોટલી પકડીને બેઠેલો કાળ આપણા માથા ઉપર તૈયાર છે જ, એ ભૂલો નહીં. ધર્માચરણ કરે. સદાચાર એ જ ધર્મ આત્મચિંતન ૧૯. હંમેશાં સૂતાં અને જાગતાં પહેલાં નિયમપૂર્વક આત્મચિંતનનો અભ્યાસ કરો. આત્મસમર્પણ ૨૦. પૂર્ણ રીતે ભગવાનને તમારી જાત સમર્પણ કરો. સર્વ બાબત ભગવાનના ચરણમાં ન્યોછાવર કરી દો. પૂર્ણ આત્મસમર્પણ કરો. ૧૫. સાધના તત્ત્વ યા સપ્ત સાધન વિદ્યા ભૂમિકાઃ હજારો મણ સિદ્ધાંતોના જ્ઞાન કરતાં કેવળ નવટાંકભાર સાધનોનું આચરણ વધુ ફળદાયી છે. માટે તમારા દૈનિક જીવનમાં યોગ, ધર્મ, તેમ જ દર્શનશાસ્ત્રોમાં બતાવેલ સાધનોનો અભ્યાસ કરો, જે વડે મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય આત્મસાક્ષાત્કાર – વહેલું મેળવી શકાય. આ સાધનપટમાં નીચે જણાવેલાં સાધનોનું તત્ત્વ તેમ જ સનાતન ધર્મનું વિશુદ્ધ સ્વરૂપ ૩૨ (બત્રીસ) ઉપદેશ સૂત્રો વડે બતાવેલું છે. એનો અભ્યાસ વર્તમાનકાળનાં અનેકવિધ પ્રવૃત્તિઓવાળાં સ્ત્રીપુરુષો માટે પણ સુશક્ય છે. સમય અને પ્રમાણમાં અનુકૂળતા મુજબ ફેરફાર કરતા જાઓ અને એની માત્રા ધીરે ધીરે વધારતા જાઓ.

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82