Book Title: Shivanand Saraswati Santvani 27 Author(s): Shivanand Adhvaryu Publisher: Navjivan Prakashan Mandir AhmedabadPage 64
________________ ૩. ૫. ૪. આસન : વ્યાયામ, યોગાસન અથવા શારીરિક વ્યાયામ દરરોજ ૧૫થી ૩૦ મિનિટ સુધી નિયમસર કરો. હંમેશાં સાંજે બેત્રણ માઈલ ફરવાનું રાખો અથવા કસરત મળી રહે તેવી દેશી રમતો દરરોજ રમો. ૬. ૭. સાધના તત્ત્વ યા સપ્ત સાધન વિદ્યા વ્રત-ઉપવાસ : એકાદશીના દિવસે ઉપવાસ કરો અથવા કેવળ દૂધ, કંદ અને ફળનો ઉપયોગ કરો. આ દિવસે અન્ન વર્જિત છે. .. પ ૨. પ્રાણરાક્તિ સાધના મૌનવ્રત દરરોજ બે કલાક મૌન પાળો અને એ સમયનો આત્મવિચાર, ધ્યાન, બ્રહ્મચિંતન અથવા જપમાં ઉપયોગ કરો. હરવા, કરવાનું અને વાંચવાનું બંધ રાખો, રવિવાર અને રજાના દિવસોમાં મૌનનો સમય ચારથી આઠ કલાક સુધી વધારો. - બ્રહ્મચર્યવ્રત: તમારી ઉંમર, સંજોગો, શક્તિ તથા આશ્રમ અનુસાર બ્રહ્મચર્યવ્રતનું પાલન કરો. પ્રારંભના મહિનામાં એકથી વધુ વાર બ્રહ્મચર્યનો ભંગ ન થાય એવો સંકલ્પ કરો. ધીરે ધીરે તે ઘટાડીને વર્ષમાં એક વાર સુધી લઈ જાઓ. છેવટે જીવનભરને માટે બ્રહ્મચર્યપાલનની પ્રતિજ્ઞા કરો. ૩. ચારિત્ર સાધના અહિંસા : વિચાર, વાણી કે વર્તનથી કોઈને કષ્ટ ન આપો. પ્રાણીમાત્ર પર દયાભાવ રાખો. સત્ય : સાચું, પ્રિય, મધુર, હિતકારી અને અ૫ બોલો. આપણી વાણીથી કોઈને ઉદ્વેગ થવો ન જોઈએ.Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82