Book Title: Shivanand Saraswati Santvani 27 Author(s): Shivanand Adhvaryu Publisher: Navjivan Prakashan Mandir AhmedabadPage 52
________________ ૧૧. પશ્ચિમ પર પાથરેલો જાદુ ઘણા હિંદના સાધુસંતો પરદેશ જતા. બધાને અમેરિકા વધુ ફાવતું. યુરોપના દેશોમાં તેઓ વધુ ટકતા નહીં. શિવાનંદજીની વાત જુદી હતી. તે કદી પરદેશ ગયા જ નહીં. છતાં પોતાના શિષ્યોને મોકલીને, સાહિત્ય મોકલીને, સ્પંદનો મોકલીને તેમણે માની ન શકાય તેવી આધ્યાત્મિક જાગૃતિ આણી. લેટવીઅનના હેરિ ડિકમાન એક એવા, તેમના દેશમાં સ્વામીજીના પત્રવ્યવહારથી જ ઊંડી અસર પાડનાર નીકળ્યા. નજીકના ઈસ્ટોનીઆમાં નવ કેમરે યોગનું જ્ઞાન પસાર્યું. ડેનમાર્કમાં ધોળા ફકીર' લૂઈ બિંક સ્વામીજીનાં લખાણનાં ભાષાંતર કરી નૉર્વેમાં પણ જાગૃતિ લાવ્યા. મિસિસ એડીથ એન્નાએ સ્વિડનમાં યોગાસનોનાં નિદર્શનો કર્યા. મિસ એસ્થર મિક્કલસેને યોગાસન તેમ જ શિવાનંદજીનો હઠયોગ ઉત્તર ડેનમાર્કમાં સર્જનોને પણ શીખવ્યો. એન્ટવર્પના ડૉ. હાઈજ બોમબોટે બેલ્જિયમમાં શિવાનંદજીનાં પુસ્તકોનો સ્વાધ્યાય શરૂ કરાવી પ્રાર્થના, કીર્તન અને કારનું પ્રણવગાન કાર્યક્રમમાં રખાવ્યું. બબ્બેરિયાના મિ. એપ્લેવેન્કોએ ભાવથી માંદાની માવજત કરવાનું શીખડાવ્યું. નાઇરોબીના ડૉ. શર્માએ મોંબાસા, નાકુશ અને એલ. ડૉવોમાં દિવ્ય જીવન સંઘની શાખાઓ સ્થાપી. ૪૩Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82