Book Title: Shivanand Saraswati Santvani 27
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 50
________________ ૪૧ શિષ્યોને માર્ગદર્શન ચુસ્તપણે પાલન કરો. સેવા, પ્રેમ, ધ્યાન, સાક્ષાત્કાર - આને શિવાનંદના ચાર વેદો કહે છે. સુગ્રંથનનો યોગ અને કહે છે. કામ એટલે પૂજા નહીં. કામ સાથે પૂજા પણ રાખો. શિવાનંદજીના શિક્ષણમાં નવું કશું ન હતું. નવીનતા હતી ધાર્મિક અભ્યાસ પરના તેમના અથાક આગ્રહની. સાધકને માટેનો સોનેરી નિયમ તેમણે આપેલો. ‘‘વાંચો, સલાહ લો, આચરણ કરો.'' આજકાલના કેટકેટલા સાધકો સીધા ધ્યાન અને સમાધિનો કૂદકો મારે છે અને અંતે નિષ્ફળ થઈ, નાસીપાસ થઈ, શ્રદ્ધા ગુમાવે છે ! તે કહેતા : “વૈરાગ્ય સિવાય ધ્યાન ન થાય. માટે સેવા કરે. એકધ્યાન થવાશે. આંખો બંધ કરવાથી ધ્યાન નથી થઈ જતું!'' ફરવા જ આવતા રહેલા આગંતુકને શિવાનંદજી નાની ગોળીઓ વાળીને દવા આપતા. એન્જિનિયરને કહેઃ ‘‘અમરત્વનો પુલ બાંધો.'' હિસાબનીશને કહેઃ ““અંત:કરણને તપાસી વૃત્તિઓ અને વાસનાઓનો તાળો મેળવો.' ડૉકટરને કહેઃ “અહંનું ઑપરેશન કરો.'' વેપારીને ભોજનનો વેપાર કરવા, સિપાહીને અંતઃકરણની લડાઈ લડવા અનુરોધ કરતા. પોલીસને પોતાના મનના છૂપી પોલીસ બનવા સમજાવતા. માતાઓને પોતાનાં બાળકોને God Liver Oil : શ્રીરામ, શ્રીરામ, શ્રીરામનું રટણ કરાવવા કહેતા. એક ભક્ત પૂછ્યું: ‘‘સ્વામીજી, દિવ્ય જીવન સંઘને બાઇબલ અને કુરાન જેવાં પવિત્ર શાસ્ત્રો છે ? તેમણે જવાબ આપ્યો:

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82