Book Title: Shivanand Saraswati Santvani 27
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ મલાયામાં અને... પછી... પોતાની આસપાસ લોકોને શારીરિક અને માનસિક દુઃખથી ઘેરાયેલા તેમણે જોયા. માંદા, દુ:ખી અને ગરીબ લોકો માટે તેમનું હૃદય દ્રવી ઉઠતું. તેમણે જોયું કે ઘણાને જીવન ધીમું મૃત્યુ હતું, ત્યારે ઘણા તો જીવન કરતાં મૃત્યુને આવકારતા. જીવનસંગ્રામમાં લડવાની શક્તિ ગુમાવેલ કોઈ કોઈ આપઘાતને પંથે વળતા, માનવની આ શોકાંતિકાથી ડૉકટરનું હૃદય ચિરાઈ જતું. ડૉક્ટરે જ્ઞાનીઓના પંથે વળવાનું નક્કી કર્યું. અમરતાનાં દ્વાર ખોલવા તેમણે વિચાર્યું. દિવસે દિવસે આ વિચાર દઢ થતો ગયો. તેમણે અનાહત લય યોગ અને સ્વરસાધનાની સાધના કરી. ૧૯૨૩માં એક દિવસ કુપુસ્વામીએ સેવેલ ચિનગારીઓ એકઠી થઈ મહાજ્વાળામાં ભભૂકી ઊઠી. વીજળીના ઝબકારાની જેમ તેમને જીવનદષ્ટિ લાપી. દુન્યવી ઇચ્છાઓ બળી ગઈ. ભૌતિક રિદ્ધિસિદ્ધિ તેમને કારગત નીવડતી ન જણાઈ. તેમણે સંપત્તિને ફગાવી દીધી. માન, મરતબો ફેંકી દેવા તેમણે નક્કી કર્યું. જાણે કે તેમને કોઈ વળગ્યું હોય ! ભૂત નહીં પણ તેમનો સ્વામી શંકર વળગ્યો હોય તેમ તે ‘નમઃ શિવાય'નું સતત રટણ કરવા લાગ્યા. ઇસ્પિતાલની સેવાઓ તે ચાલુ રાખી નહીં શકે તેવો તેમને ભાસ થયો. તેમણે નોકરી છોડી દીધી. જે આવ્યું તેને તેમણે પોતાની ઘરવખરી અને સરસામાન આપી દીધાં. મિત્રોને થોડું, જાણે સાચવવા આપતા હોય તેવો દેખાવ કરી, દઈ દીધું. થોડો સામાન બાંધી તેમણે મલાયા છોડ્યું. બોટ પર તેમને એક અજાણ્યા ગૃહસ્થ કહ્યું: ‘‘તમારા કપાળ

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82