Book Title: Shivanand Saraswati Santvani 27
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 45
________________ ૩૬ બ્રહ્મ. સ્વામી શિવાનંદ સરસ્વતી-હૃષીકેશ પૂંછડી ઊગી જાય ? જો ના, તો આવી મૂર્ખાઈ કેમ ?'' સાધક સમજ્યા. તે રોકાઈ ગયા. જગન્નાથ કૌલ કરીને એક ભક્તને છે મહિનામાં સાક્ષાત્કારની ઉત્કંઠા હતી. તે લગભગ રડતો સ્વામીજી પાસે આવ્યો. તેમને સમજાવ્યું ““આ પરમ ઘડી માટે તૈયારી કરો. આશાભર્યા મુસાફરી કરવી સારી છે - કોને ખબર ધ્યેય પર પહોંચતાં નિર્વાણ પણ થાય. જીવંત વર્તમાનમાં વધુ ને વધુ સાધના કરતા રહો.' સ્વામીજીએ મીઠું હાસ્ય વેર્યું ને ભક્તની ગમગીની દૂર થઈ ગઈ. ગુરુદેવ કહેતા કે, બળજબરીથી, કાયદાથી, નિયમોથી માણસને દિવ્ય બનાવી ન શકાય. સૌને ખાતરી થાય તેવા અલગ અલગ અનુભવો થવા જોઈએ. શિવાનંદજી શિષ્યોને સલાહ આપતા કે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠો, આસન-પ્રાણાયામ કરો, ધ્યાન ધરો, એકાદશીનો ઉપવાસ કરો. તે કહેતા પણ કદી ફરજ પાડતા નહીં. સમજાવે, વીનવે, બુદ્ધિને અપીલ કરે, લોભ પણ દે ! પણ દબાણ ન કરે. પ્રેમ જ તેમની રીત હતી. કોઈ વખત હળવી સજા કરે. સાધના-સપ્તાહમાં એક શિષ્ય સવારના વર્ગમાં ન આવ્યો. તેને કાન પકડીને થોડી બેઠક કરાવી. ઘણી વાર આશ્રમનો કાયદાભંગ શિષ્ય કરે અને ગુરુદેવ બેઠક કરે ! પોતાની નાદુરસ્ત તબિયત છતાં લાકડી લઈને પણ આવી, દાખલો બેસાડે. આમ તે આદર્શ ગુરુ હતા. સ્વામીજીની કિતાબ કોઈને પણ વાંચવા ખુલ્લી રહેતી. બધા જોઈ શકે તેમ તે સેવા કરતા, પ્રાર્થના કરતા, કીર્તન કરતા, ગંગાજીમાં સ્નાન કરતા, દરેકને નમન કરતા, દુન્યવી બનાવોની દરકાર ન કરતા, તત્ ત્વનું

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82