Book Title: Shivanand Saraswati Santvani 27 Author(s): Shivanand Adhvaryu Publisher: Navjivan Prakashan Mandir AhmedabadPage 46
________________ શિષ્યોને માર્ગદર્શન ૩૭ રિ મહાવાક્યના ભાવમાં રહેતા. સાધકમાં જરૂરી સુધારા થાય તે માટે તે જુદા જુદા પ્રયોગો કરતા. અજોડ પ્રેમની પહેલી રીત હતી પ્રોત્સાહિત કરવાની. બીજી રીત હતી હસીને શીખવવાની રીત પણ ઘણા પર અજમાવતા. સાધકની ભૂલ વિશે મૌન સેવવાની પણ એક રીત હતી. ખૂબ યોગ્ય સમયે એકાદ ચોપાનિયું આપી છે જેમાં તે બાબતને આડકતરો ઉલ્લેખ હોય. કોઈ વખત બધા સાથે હોય ત્યારે ચોક્કસ નિર્દેશ સિવાય જરૂરી સૂચન થઈ જાય તેમ વાતચીત કરતા. શિષ્યનો ભયંકર ગુનો થઈ ગયો હોય ત્યારે સ્વામીજી જાણે દાદ જ ન દેતા હોય તેમ તે શિષ્યને ગણકારતા જ નહીં. શિષ્ય તળાવની બહાર ફેંકાઈ ગયેલ માછલી જેવી પરિસ્થિતિ અનુભવવાથી સમજી જતો. હૃદયને કે અહને આંચકો મારી જગાડવાની રીત તેઓ જવલ્લે જ પણ જરૂર પડે ત્યાં વાપરતા. માનસિક અગ્નિમાં શેકાઈ સાધક પરિશુદ્ધ થતો. સાધકના માનસિક સ્તરે સ્વામીજી કામ કરતા અને કોઈ બાહ્ય દેખાવ સિવાય શિષ્ય અનુભવતો કે તેને એક પછી એક પગલાં મંડાવી સ્વામીજી દોરી રહ્યા છે. સવારના સ્વામીજી બહાર ટપાલ, પાર્સલો વગેરે મોકલવાની જગ્યા પર આવી બેસતા. પાર્સલો જાય તે દરેકને પોતાની અમીદ્રષ્ટિથી નવડાવી, ભકતને યાદ કરી મોકલતા, તે સમયે પણ નાનો સત્સંગ મેળાવડો બની રહેતો. મહેમાનો, ભક્ત, સાધકોને ઉદાહરણથી, એકને કહીને બીજાને સમજાવવાની રીતPage Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82