Book Title: Shivanand Saraswati Santvani 27
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 38
________________ જ્ઞાનકાન ૨૯ ‘એમ્બ્રોઝીઆ’ માસિક દ્વારા તબિયત સંરક્ષણનું જ્ઞાનદાન કરતા. મલાયામાં રોગીઓને દવા અને આર્થિક મદદ તેઓ કરતા રહ્યા. પોતે સાધનસંપન્ન થયા એટલે અન્યને નોકરી, ધંધો, ઘર અપાવવું અને બીજી જ્ઞાનદાનની ને સેવાની પ્રવૃત્તિમાં ખર્ચ કરતા. સંન્યાસી થયા પછી આ ઇચ્છા વધુ ગાઢ રીતે અમલી બની. તેમાંથી સત્ય સેવાશ્રમનો વ્યવહાર સંભાળવાનું ઉદ્ભવ્યું. અગાઉની વીમાની થોડી રકમ પાકેલી તે લઈને સાધુ તથા યાત્રીઓ માટે દવામાં વાપરવા લાગ્યા. સ્વર્ગાશ્રમ ક્ષેત્રમાંથી ખાસ સેવારત આ સાધુને સૂકી રોટીની જગાએ ઘી, માખણ, દહીં આપવા લાગ્યા, પોતે સૂકી રોટલી જ ખાવાનું ચાલુ રાખી, પૌષ્ટિક આહાર બીમારીમાંથી ઊગરી રહેલા સંત-સાધુઓને આપી દેતા. યાત્રીઓ ફળ, મીઠાઈ ધરી જાય તે સંત-સાધુને વહેંચી દેતા. પોતે ટાઢે ઠરતા રહી, યાત્રીને એકનો એક ધાબળો આવેલો તે આપી દીધો. શિવાનંદજીની સાધના આગળ વધી તેમ અનેક અનુભવો થવા લાગ્યા. આધ્યાત્મિક જ્ઞાનનો ઝરો ઊંડાણમાંથી ફૂટવા લાગ્યો. આમાંથી શરૂઆતનાં હસ્તલિખિત અને પછી છાપેલાં ચોપાનિયાંનો જન્મ થયો. બીજાં બધાં દાનમાં ન હતી એવી ખૂબી જ્ઞાનદાનમાં તેમણે જોઈ. ખાવાનું આપો, લોકો થોડા સમયે વળી ભૂખ્યા થશે. નગ્નને વસ્ત્રદાન કરો, થોડા સમય બાદ ફાટશે તો વળી જરૂરત ઊભી થશે. જ્ઞાનદાન જ એવું દાન છે જે ખોવાતું નથી, ખૂટતું નથી, ચોરાતું નથી, અને જાતના નિભાવ માટે તેમ જ

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82