Book Title: Shivanand Saraswati Santvani 27
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 37
________________ ૨૮ બ્રહ્મા. સ્વામી શિવાનંદ સરસ્વતી-પીકેશ તે કોલંબો ગયા ત્યારે જ્યાં જાય ત્યાં શ્રોતાઓ એટલા ભેગા થઈ જતા કે કૉફીની હોટેલો બંધ થઈ જતી. ઘરાકી મંદ પડી જતી. | સિલોનથી પાછા ફરતાં તે પદમડાઈ - પોતાની જન્મભૂમિમાં ગયા. બાળસુલભ નિદોષતાથી અને કોઈ દંભ સિવાય પોતાનાં પૂર્વાશ્રમનાં સગાંવહાલાને ૪૦ વર્ષ પછી પાછા મળી, ઓળખી કાઢ્યાં. - તરુનેલવેલીમાં તેમના બાળપણના મિત્રોને મળ્યા. ઈબ્રાહીમ કરીને એક શુભેચ્છકે સુંદર સાદડી આપી. સ્વામીજીએ તેનો હૃદયપૂર્વક આભાર માન્યો અને વંદન કર્યા. આ સંતની અન્ય ધર્મ સાથેની એકતાની ભાવના હૃદયંગમ હતી. દિલ્હીમાં તેઓએ મહાત્માજી જ્યાં સાંજની પ્રાર્થના કરતા તે સ્થળ પર કીર્તન કર્યું. આવી પ્રવૃત્તિસભર, લાંબી, દિવસરાતની મુસાફરી બે મહિને પૂરી કરી આશ્રમમાં પાછા આવ્યે હજુ એક કલાક પણ ન થયો ત્યાં જાણે એક લાંબા સ્વપ્નમાંથી ઊઠ્યા હોય તેમ હાસ્ય વેરતા પાછા કામે લાગી ગયા. આવા હતા ગુરુદેવ. - ૯, શાનદાન આપવાની આદત શિવાનંદજીમાં જન્મજાત હતી. પટ્ટામડાઈના બાળ કુસ્વામી તેમનાં મા આપે તે મીઠાઈ બાળદોસ્તોમાં વહેંચીને ખાતા, શાળા અને મહાવિદ્યાલયમાં તેમના સાથીદારોને ભણવામાં મદદ કરતા. દવા-શાળા છોડી,

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82