Book Title: Shivanand Saraswati Santvani 27 Author(s): Shivanand Adhvaryu Publisher: Navjivan Prakashan Mandir AhmedabadPage 41
________________ ૩૨ બ્રહ્મ. સ્વામી શિવાનંદ સરસ્વતી-ષિકેશ લખવાનું રાખતા. ૧૯૨૯થી ૧૯૬૩ સુધીમાં નાનાંમોટાં ૨૦૦ પુસ્તકોથી વધુ તેમણે લખી કાઢ્યાં - છૂટા લેખો, માસિકનાં લખાણો, પુસ્તિકાઓ તે જુદાં. આટલો સમય સ્વામીશ્રી ક્યાંથી મેળવી શકતા? તે કહેતા: “દરેક કામને દરરોજ કે અઠવાડિયાના એકબે ચોક્કસ દિવસોએ નિયત સમય આપી દો. ૬ મહિને તમને જ નવાઈ લાગશે કેટલું કામ થઈ ગયું !'' ગોતવા-શોધવામાં સમય ન ગુમાવવા તે જગા જગા પર વાંચવાલખવાનાં ચશ્માં, ટૉર્ચલાઈટ, ફાઉન્ટન પેન રાખી મૂકતા. ઓશીકે, આરામ ખુરશી પાસે અને જાજરૂ જતાં ખિસ્સામાં સાધન રાખતા જેથી વિચાર આવ્યો તે ટપકાવી લેવાય. સ્વામીજી પોતાનું ટાઈપિંગ જાતે કરતા. જીવનમાં સફળતા અને આત્મસાક્ષાત્કારના ઉપાય' પુસ્તક ડ્રાફ્ટ કર્યા સિવાય, સીધું ટાઈપ પર જ લઈ લીધેલું. દિવ્યભાષા સંસ્કૃતિનું જ્ઞાન આજના વિદ્યાર્થીઓ નથી લેતા તે માટે તેમના પર નારાજ ન થતાં સાચું જ્ઞાન, ખરું શિક્ષણ લેવાનો તેમને મોકો મળતો નથી તેથી આ ખામી છે એમ તેઓ માનતા. તેઓ ઓચિંતાના એવા થયા હોવાનું તેઓ માનતા નહીં. પોતાને કહેવાનું હોય તે સમજાવવાની બધી જ પ્રક્રિયા ‘કવિતા, નાટક, પત્ર, નિબંધ, વાર્તા, ટુચકા, સુવાક્યો અને ભાષણ' – વાપરતા. સ્વામીજી જ્ઞાની કે વિદ્વાન દેખાવા લખતા નહીં, ગોળ ગોળ લખતા નહીં. તેમની ચોપડી વાંચી શબ્દકોશ લેવા જવું ન પડેPage Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82