Book Title: Shivanand Saraswati Santvani 27
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 39
________________ ૩૦ બ્રહ્મ. સ્વામી શિવાનંદ સરસ્વતી-પીકેશ આધ્યાત્મિક જીવન માટે અખૂટ શક્તિ પૂરી પાડે છે. વાતચીત, પત્રલેખન, પ્રવચનો, ચોપાનિયાં, સામયિકોમાં લેખો અને છેવટે પુસ્તકો દ્વારા સાંભળેલું તો ભુલાઈ જાય પણ લખ્યું વંચાય તે ન્યાયે સારામાં સારું દાન કર્યું. શિવાનંદજીના પત્રો સાદા હતા અને અંધશ્રદ્ધાને અપીલ કરતા, ઉપરછલ્લી બુદ્ધિને જ સ્પર્શતા નહીં. એક વખત કોઈ શખસે સ્વામીજીને મદદ માટે અપીલ કરી તેમની સાથે માનસિક સંબંધ બાંધે પછી તે શખસનું જીવન અને તેના કોયડા સ્વામીજીના માનચક્ષુ સામે ખુલ્લા થઈ જતા. માગ્યા સિવાય, યોગ્ય સમયે, કોયડો ઊભો થાય તે પહેલાં જ, તેનો ઉકેલ તે શખસને આપોઆપ પહોંચી જતો. સ્વામીજીના લેખો પુરસ્કાર સિવાય અનેક સામયિકોમાં જતા. તેના ઋણસ્વીકાર તરીકે એક ટાઈપરાઈટર અને સાઈકલોસ્ટાઈલિંગ મશીન ભેટ મળ્યાં હતાં. ૧૯૩૭માં સ્વર્ગાશ્રમને સામે કાંઠ, ગંગાકિનારે ગયા પછી નવું મોટું સાઇકલો. મશીન ખરીધું. ૧૯૪૦માં સ્વામીજીનાં લખાણોની માગ ખૂબ વધી જતાં આ કામ એક જુદું ખાતું ઊભું કરી, વ્યવસ્થિત કરવું પડ્યું. સપ્ટેમ્બર ૧૯૩૮માં શિષ્યોને નિયમિત સત્સંગ મળતો રહે તે માટે ડિવાઈન લાઈફ' અંગ્રેજી માસિક શરૂ કરેલું. જાન્યુઆરી ૧૯૪૯હ્નાં સભ્યો માટે 'ડિવાઇન લાઈફ મેમ્બર સપ્લિમેન્ટ' ઉમેરાયું. જુલાઈ ૧૯૫૧માં હિંદી ‘યોગદાન્ત' માસિક, સપ્ટેમ્બર ૧૯૫૧માં ‘ડિવાઈન લાઈફ ફૉરેસ્ટ યુનિવસ્ટિ વિકલી' અને “હલ્થ એન્ડ લોંગ લાઇફ” ઉમેરાયાં. જાન્યુઆરી

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82