Book Title: Shivanand Saraswati Santvani 27
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 20
________________ તપશ્ચર્યા ચાંદનારાયણ હરકોલી કરીને સીતાપુરના વકીલ હતા. તેણે પાંચ રૂપિયા સ્વામીજીને દૂધ પીવા આપ્યા. શિવાનંદજીએ તો તુરત તેનું પહેલું છાપેલું ચોપાનિયું બ્રહ્મ વિદ્યા' બહાર પાડ્યું. ઘણા મુમુક્ષુઓને આ વાંચી, વધુ વાચનની ભૂખ જાગી. છપાવવાનું ખર્ચ આવ્યું. બીજું ચોપાનિયું ‘આંતર માનવની ફિલસૂફી' બહાર પડ્યું અને આમ એક પછી એક ચોપાનિયાં છપાવા લાગ્યાં. શિવાનંદજીએ મળવાનો સમય ચોક્કસ કરી દીધેલો. જેથી બાકીનો વખત તે સેવામાં અને ધ્યાનમાં ગાળી શકે. નદીની વચમાં ખડકની બખોલમાં જઈને લાંબો સમય ધ્યાનમાં બેસતા . થોડા મહિનાઓ તો વાંચન તેમ જ સેવા પણ અટકાવી ફકત ધ્યાન પર જ લાગ્યા રહેલા. સત્યનાં તેમને દર્શન થવા લાગ્યાં. દરરોજ ભિક્ષા માગવા જવાનો પણ સમય ગુમાવવો ન પડે માટે ૪-૫ દિવસની રોટી સાથે લાવી, સુકાયેલ રોટીનો ભૂકો ગંગાજળમાં મેળવી ખાઈ લેતા. સ્વામીજીની મોહિની એવી હતી કે એક વખત સંપર્કમાં આવે તે તેમને ચોંટી જ રહે. સીંઘાઈનાં મહારાણીને શિવાનંદજી માટે ખૂબ આદરભાવ હતો તેનાથી બચવા સ્વામીજી ત્રણ દિવસરાત પોતાની કોટડીને બહારથી તેના શિષ્યોને કહી તાળું લગાવી રહેલા. જાજરૂ-પેશાબ પણ અંદર કરી, રાતના અંધારામાં બારી બહાર ફેંકી દેતા. ખોરાક કે પાણી સિવાય ત્રણ દિવસ ધ્યાનમાં ગાળી, ચોથી સવારે કોટડી ખોલી તો જાણ થઈ કે મહારાણી આગલે દિવસે બહારગામ ચાલ્યાં ગયેલાં. હાશ ! તે સમયે શિવાનંદજી ઉપરાંત ઘણા ખ્યાતનામ સંતો ત્યાં

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82