Book Title: Shivanand Saraswati Santvani 27 Author(s): Shivanand Adhvaryu Publisher: Navjivan Prakashan Mandir AhmedabadPage 29
________________ બ્રહ્મ, સ્વામી શિવાનંદ સરસ્વતી-હૃષીકેશ સ્વામીજી અન્ય માટે ખૂબ કાળજી લેતા. મહેમાનો માટે બધી સગવડવાળા રૂમો બાંધ્યા. પરદેશથી બધી સંપત્તિ છોડીને આવતા સાધકો માટે બ્રેડ, માખણ, ચીઝ, કૉફી, ચા, બિસ્કિટ, ફળ, મીઠાઈ, મધ બહારથી આવતાં. તેમને મન મહેમાન ભગવાન હતો અને મહેમાનગીરી ધર્મ હતો. ખાવાની આદતો વિશે તે ચીકણા ન હતા. પરદેશથી આવતા સાધકોને તે કહેતા કે જો ન જ ચાલે તો ઈંડાં તમને મળી શકશે. ઈંડાને તે ‘ઇંગ્લિશ લાડુ’ કહેતા ! તે ખૂબ જ નિયમિત હતા અને નછ્યુંકે જ કાર્યક્રમમાં ફેરફાર કરતા. તેમને કેડનો દુખાવો થયેલો ત્યારે બે હાથ, બે પગથી કશા ક્ષોભ સિવાય સત્સંગમાં આવેલા ! ૨૦ તેમનું એકેએક કાર્ય આધ્યાત્મિક બની રહેતું. એક વખત સત્સંગમાંથી પાછા ફરતાં તેમણે એક નવા આગંતુકને કહ્યું: ‘મુખ મેં રામ, હાથ મેં કામ, અંદરથી શાંત, બહારથી કાર્યરત. દુનિયાના નાટકના પ્રેક્ષક બની રહો.'' રાતના સત્સંગમાં સ્વામીજી એક કે બે કીર્તન ગાતા અને ગવડાવતા. તેમની ફિલસૂફીભર્યાં ગીતો પણ ગાતા (હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. . . એ રાગમાં, ) 1 Serve, Love, give, purify, meditate, realise. Be good, do good, be kind, be compassionate. Enquire ‘who am I', know the Self and be free. Adapt, adjust, accomodate. Bear injult, bear injury, highest Sadhana.Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82