Book Title: Shivanand Saraswati Santvani 27
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 32
________________ આશ્રમનો વહીવટ ૨૩ મજૂરો સાથે પણ તે તેમના જેવા થઈને રહેતા. બે હાથમાં ભરેલી બાલદી લઈને ગંગામાંથી રસોડામાં પાણી સારી જતા. સત્સંગ ભવનમાં જાજમ પાથરવા લાગતા. ધ્યાનના વર્ગના સમયે ઘંટી વગાડતા કે પછી મહેમાનો માટે જમવાની થાળી લઈ જતા. પોતે કરવાનું દરેક કામ તે તુરત કરતા. છતાં જ્યારે જુઓ ત્યારે નવરા ને નવરા ! એકસો આશ્રમવાસીઓ આખો દિવસ કરે ત્યારે થાય તેવા કામની ઝીણામાં ઝીણી વિગતો સંભાળતા જોવા એ એક અભ્યાસનો મોકો હતો. આશ્રમનો વહેવાર પૂરેપૂરો આસમાની–સુલતાની પર નભતો. ઘણીએ વેળા જુદી જુદી ભીડ અનુભવતા ત્યારે શિષ્યો ગુરુદેવ પાસે દોડતા પણ તે ગાળામાં તો કોઈ ભક્ત કે અજાણ્યો આગંતુક જોઈતી મદદ કરી જતો રહેતો. આવા ચમત્કારથી અંતેવાસીઓ પહેલાં તો હેરત પામી જતા પરંતુ લાંબા સમયના અનુભવે તેઓ શીખ્યા કે આ આશ્રમની વ્યવસ્થા જ ઈશ્વર આ રીતે સંભાળી સૌને પ્રેરણા આપે છે ઈશ-શ્રદ્ધાની. શિવાનંદજીના મૂલ્યાંકનમાં માનવ મહત્ત્વનો હતો, પૈસા નહીં. પૈસાની કિંમત તે કેટલો સમાજોપયોગી થાય છે તેના પર અંકાતી. આ વિસ્તરતો જતો આશ્રમ કદી પાછું વાળી જોવા અટક્યો કરતા જ જાઓ, વધારતા જ જાઓ સેવા, દાન, નથી પ્રેમ. પરંતુ ઘણી વખત સ્વામીજીની વર્તણૂકથી ખૂબ નજીકના શિષ્યો પણ મૂંઝાઈ જતા. આનું કારણ સ્વામીજી વેદાંત જીવતા,

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82